WTC Finalની ફાઈનલ વચ્ચે ભારતના આ ફાસ્ટ બોલરે કરી લીધા લગ્ન, સામે આવી સુંદર તસવીર
Prasidh Krishna Get Married: ભારતીય ટીમ 7 જૂનથી ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમી રહી છે. મેચ શરૂ થયાના એક દિવસ બાદ ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય ચાહકોને મોટા સમાચાર આપ્યા છે.
Prasidh Krishna Get Married: ભારતીય ટીમ 7 જૂનથી ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમી રહી છે. મેચ શરૂ થયાના એક દિવસ બાદ ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય ચાહકોને મોટા સમાચાર આપ્યા છે. તેણે લગ્ન કરી લીધા છે. પ્રસિદ્ધ કૃષ્ણે તેની ગર્લફ્રેન્ડ રચના કૃષ્ણા સાથે લગ્ન કર્યા છે. ગયા મંગળવારે (6 જૂન) પ્રસિદ્ધ કૃષ્ણાની સગાઈના સમાચાર સામે આવ્યા હતા.
Shreyas Iyer, Bumrah, Agarwal, Padikkal & many Karnataka players attended the wedding of Prasidh Krishna. pic.twitter.com/Skzatzjugx
— Johns. (@CricCrazyJohns) June 8, 2023
પ્રસિદ્ધ કૃષ્ણાએ સગાઈના બે દિવસ પછી જ લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે પ્રસિદ્ધ કૃષ્ણ અને તેમની પત્ની માળા પહેરેલા જોવા મળે છે. આ દરમિયાન કૃષ્ણા પરંપરાગત અંદાજમાં જોવા મળી રહ્યો છે.
લાંબા સમયથી ઘાયલ છે પ્રસિદ્ધ કૃષ્ણા
તમને જણાવી દઈએ કે, ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા લાંબા સમયથી પોતાની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. જોકે, આ 2023ની સિઝનમાં તે તેની ઈજાના કારણે રમી શક્યો ન હતો. ગત સિઝનમાં તેણે રાજસ્થાન તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આમ રાજસ્થાનને પ્રસિદ્ધ કૃષ્ણાની ખોટ પડી હતી.
અત્યાર સુધીની આઈપીએલ કારકિર્દી
પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 મે, 2018 ના રોજ તેની આઈપીએલની શરૂઆત કરી હતી, ત્યારથી તે કુલ 51 મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં બોલિંગ કરતી વખતે તેણે 34.76ની એવરેજથી 49 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 8.92ની રહી છે.
પ્રસિદ્ધ કૃષ્ણાનું ભારત માટે ODI ડેબ્યૂ
પ્રસિદ્ધ કૃષ્ણાએ 2021માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ODI મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. કૃષ્ણાએ અત્યાર સુધી 14 વનડે રમી છે, જેમાં તેણે બોલિંગ દરમિયાન 23.92ની એવરેજથી 25 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 5.32ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા છે. તે જ સમયે, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 4/12 રહ્યો છે.