IPL: દુનિયાની નંબર વન લીગ બનવાની નજીક ઇન્ડિયન પ્રીમિયર લીગ, બ્રાન્ડ વેલ્યૂમાં થયો વધારો
IPL Brand Value: ઇન્ડિયન પ્રિમિયર લીગની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે IPLની બ્રાન્ડ વેલ્યુમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે
IPL Brand Value: ઇન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે IPLની બ્રાન્ડ વેલ્યુમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે. આ સાથે IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની બ્રાન્ડ વેલ્યુમાં 6.3 ટકાનો વધારો થયો છે. વાસ્તવમાં ગયા વર્ષે IPLની બજાર કિંમત 87000 કરોડ રૂપિયા હતી, જે હવે 92500 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
IPL ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પર છે
અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગની બ્રાન્ડ વેલ્યુ 11.2 બિલિયન ડોલર છે. જો આપણે IPL ટીમની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યૂ ટોચ પર છે. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ છે. જ્યારે ત્રીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ $410-450 મિલિયન સાથે ટોચ પર છે.
IPL પર પૈસાનો વરસાદ કેવી રીતે થયો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLએ પ્રસારણ રાઇટ્સથી ઘણો નફો કર્યો છે. આ સિવાય ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના આવ્યા બાદ IPLનું માર્કેટ વધ્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી માટે રૂ. 7,090 કરોડ જ્યારે ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી માટે રૂ. 5,625 કરોડ ખર્ચવાના હતા.
નોંધનીય છે કે બીસીસીઆઈએ આઈપીએલના મીડિયા રાઇટ્સથી ઘણી કમાણી કરી હતી. BCCIએ ટેલિવિઝન અને ડિજિટલ અધિકારોની હરાજી દ્વારા 48390 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. Viacom-18 એ ડિજિટલ રાઇટ્સ 20500 રૂપિયામાં ખરીદ્યા હતા. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે આઇપીએલના ટેલિવિઝન રાઇટ્સની હરાજી જીતી લીધી હતી. વાસ્તવમાં આ પહેલીવાર છે જ્યારે ટેલિવિઝન રાઇટ્સ અને IPLના ડિજિટલ રાઇટ્સ માટે અલગ-અલગ બિડ કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં IPL 2024નું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે. આ સાથે આ સિઝન વિદેશમાં પણ થાય તેવી શક્યતા છે. તેનું મુખ્ય કારણ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી છે. જો કે, હજુ સુધી BCCI તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
IPL 2024નું આયોજન માર્ચમાં થઈ શકે છે. તેની ફાઈનલ મેચ મેના પહેલા કે બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. પરંતુ અત્યારે સમગ્ર ધ્યાન વર્લ્ડ કપ 2023 પર છે. આ પછી જ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. આઇપીએલની આગામી સીઝન ઝડપથી પૂર્ણ કરવાની સાથે વિદેશમાં પણ તેનું આયોજન થવાની સંભાવના છે