IND vs ENG: ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, શરૂઆતની ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે શુભમન ગિલ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઇન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઇગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં. જ્યારે તે બીજી ટેસ્ટ પણ મિસ કરી શકે છે. BCCIએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ અને ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઇગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆતની ટેસ્ટ મેચમાંથી બહાર થઇ શકે છે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝને પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઇન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઇગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં. જ્યારે તે બીજી ટેસ્ટ પણ મિસ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગિલની ઇજા ગંભીર છે. જોકે, તે ટીમ સાથે રહેશે. નોંધનીય છે કે હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ગિલની ઇજાને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
ચાર ઓગસ્ટથી શરૂ થશે પ્રથમ ટેસ્ટ
નોંધનીય છે કે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ શરૂ થવાને હજુ એક મહિનાથી વધુ સમય બાકી છે. એવામાં હાલમાં કોઇ પ્રકારની ભવિષ્યવાણી કરવી યોગ્ય નથી. પરંતુ ક્રિકબઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે શુભમન ગિલ ઇગ્લેન્ડ વિરુદ્ધ ચાર ઓગસ્ટથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહી રહે.
નાસિર હુસૈને ઉઠાવ્યો હતો સવાલ
નોંધનીય છે કે ગિલ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ફ્લોપ રહ્યો હતો. આ અગાઉ ઇગ્લેન્ડ વિરુદ્ધ સ્થાનિક ટેસ્ટ સીરિઝમાં તેમનું પ્રદર્શન સરેરાશ રહ્યુ હતું. એવામાં ઇગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ગિલ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ફાઇનલમાં ફેઇલ થવાના કારણે શુભમનને પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે. જોકે, ટીમ ઇન્ડિયાને ગિલની ઇજાથી પરેશાની નહી થાય કારણ કે ટીમમાં મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ જેવા રિઝર્વ ઓપનર હાજર છે.
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે કહ્યું કે, તેણે ટીમના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)નુ નામ પ્રતિષ્ઠિત ખેલ રત્ન (Khel Ratna) એવોર્ડ માટે ભલામણ કરી છે. ભારતીય બોર્ડે અર્જૂન પુરસ્કાર (Arjuna Award) માટે શિખર ધવન (Shikhar Dhawan), કેએલ રાહુલ (KL Rahul) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના નામ પણ ભલામણ કર્યા છે.