(Source: ECI | ABP NEWS)
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Flipkart Users: વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈ-કોમર્સ કંપની ઓર્ડર કેન્સલ કરવા માટે ફી વસૂલી રહી છે

Flipkart Order Cancellation Charges: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ફ્લિપકાર્ટ પર ઓર્ડર કેન્સલ કરવા પર 20 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવશે. વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈ-કોમર્સ કંપની ઓર્ડર કેન્સલ કરવા માટે ફી વસૂલી રહી છે. યુઝર્સે આના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પછી ચર્ચા શરૂ થઈ હતી. જો કે હવે મામલે વિવાદ વધતા કંપનીએ પ્રતિક્રિયા આપી છે.
Careful customers @Flipkart is burdening so much charges like platform fee,COD fee, cancellation fee(48hrs cancellation)and long delivery time ....in future they are burden of fees on single order....so do your analysis before buy from @Flipkart compare to other shopping sites pic.twitter.com/py2uL7MoSZ
— human (@happysekhar) November 12, 2024
ફ્લિપકાર્ટે ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે કેન્સલેશન ચાર્જ માટે કોઈ નિયમ નથી. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ નીતિ બે વર્ષથી અમલમાં છે અને જો ઓર્ડર આપ્યાના 24 કલાક પછી રદ કરવામાં આવે તો જ તે લાગુ થશે. પ્રથમ 24 કલાકમાં ઓર્ડર રદ કરવા માટે કોઈ ફી વસૂલવામાં આવતી નથી, જે ગ્રાહકોને તેમનો વિચાર બદલવાનો સમય આપે છે.
ઓર્ડર રદ કરવાથી કંપનીને નુકસાન થાય છે
ફ્લિપકાર્ટે કહ્યું કે જ્યારે કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે છે ત્યારે કંપનીને નુકસાન થાય છે. કારણ કે સામાન પેક કરવા અને મોકલવામાં પૈસા ખર્ચવામાં આવે છે. તેથી જો કોઈ ગ્રાહક ઓર્ડર આપ્યાના 24 કલાક પછી રદ કરે છે, તો તેની પાસેથી 20 રૂપિયા વસૂલવામાં આવે છે. આ ફી કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં આ મફત પણ કરવામાં આવે છે.
શું એવો કોઈ નિયમ છે
કંપનીના જણાવ્યા અનુસાર આ નિયમ ઘણા સમયથી અમલમાં છે પરંતુ ઘણા લોકોને તેની જાણકારી નથી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ શરૂ કર્યો. કંપનીનું કહેવું છે કે ઓર્ડર કેન્સલ કરવાથી કંપનીને નુકસાન થાય છે. તેથી આ ફી વ્યાજબી છે.
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા





















