શોધખોળ કરો
IPL 2020: CSKના કંગાળ પ્રદર્શન બાદ જાડેજાએ શું કરી પ્રેરણાદાયી પોસ્ટ, જાણો વિગત
ત્રણ વખતની આઈપીએલ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સનો વર્તમાન સીઝનમાં દેખાવ અપેક્ષા મુજબનો રહ્યો નથી

(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
દુબઈઃ ત્રણ વખતની આઈપીએલ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સનો વર્તમાન સીઝનમાં દેખાવ અપેક્ષા મુજબનો રહ્યો નથી અને હાલ પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ પહેલા રમાયેલી આઈપીએલની તમામ સીઝનમાં ચેન્નઈ આઈપીએલ પ્લેઓફમાં પહોંચી છે. ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ માટે આઈપીએલના ઇતિહાસમાં કંગાળ દેખાવ કર્યો છે ત્યારે ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રેરણાદાયી પોસ્ટ કરી છે. જાડેજાએ સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું, અમે જીતી શકીએ, અમે જીતીશું અને જીતવું જ જોઈએ. જાડેજાની આ પોસ્ટ ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓમાં નવો જોમ ભરી શકે છે. IPL 2020માં જાડેજાનો દેખાવ સારો રહ્યો છે. જાડેજાએ બોલિંગની સાથે બેટિંગમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે.
આઈપીએલની વર્તમાન સીઝનમાં CSK 10 મેચમાંથી માત્ર 3 મેચ જ જીતી શક્યું છે. જ્યારે 7 મેચમાં હાર થઈ છે અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે. ઉપરાંત હવે તેની પ્લેઓફમાં પહોંચવાની પણ આશા નથી.
આઈપીએલની વર્તમાન સીઝનમાં CSK 10 મેચમાંથી માત્ર 3 મેચ જ જીતી શક્યું છે. જ્યારે 7 મેચમાં હાર થઈ છે અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે. ઉપરાંત હવે તેની પ્લેઓફમાં પહોંચવાની પણ આશા નથી. વધુ વાંચો



















