શોધખોળ કરો
Advertisement
IPL 2020: ધોનીની ટીમના વિજયી શ્રીગણેશ, ચેન્નાઇએ મુંબઇને 5 વિકેટે હરાવ્યુ
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ સિઝન 13ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યુ, ડૂ પ્લેસિસે બોલ્ટના બોલ પર ચોગ્ગો ફટકારી સીએસકેને જીત અપાવી હતી
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની 13મી સિઝનની પ્રારંભિક મેચેમાં ધોનીની ટીમે ફરી એકવાર કમાલ કરી દીધો છે. ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સે રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સને જબરદસ્ત માત આપી છે. સીએસકે એ મુંબઇને 5 વિકેટ વિકેટે હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ સિઝન 13ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યુ, ડૂ પ્લેસિસે બોલ્ટના બોલ પર ચોગ્ગો ફટકારી સીએસકેને જીત અપાવી હતી. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો રમાંચક રહ્યો હતો. ખાસ વાત છે કે ચેન્નઈને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. પ્રથમ ઓવરમાં શેન વૉટસનની વિકેટ ગઈ હતી. તેના બાદ 2 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 6 રન બનાવ્યા હતા. જોકે, બાદમાં અંબાતી રાયડુ અને ફાક ડૂ પ્લેસીસે બાજી સંભાળીને 100 રનથી વધુની પાર્ટનરશીપ કરી હતી, અને અંતે જીત અપાવી હતી.
આઈપીએલની 13મી સીઝન યૂએઈમાં શરૂ થઈ ચૂકી છે, આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ એકબીજા સામે ટકરાઇ હતી. સીએસકેના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની વિજેતા ટીમ સામે રનરઅપ ટીમે ફરી એકવાર દમખમ બતાવ્યુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement