શોધખોળ કરો
Advertisement
IPL 2020: પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ બની ફરી નંબર વન ? ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં કોણ છે આગળ ? જાણો
આઈપીએલની 13મી સીઝનમાં શનિવારે રમાયેલી બે મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફરી મોટો ફેરફાર થયો છે.
IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શનિવારે રમાયેલી બે મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફરી ફેરફાર થયો છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ચેન્નઈ સુપરકિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતુ. ટૂર્નામેન્ટમાં આ દિલ્હીની સાતમી જીત હતી અને 14 પોઈન્ટ્સ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. તેની સાથે સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લે ઓફમાં જવાનું લગભગ નક્કી થઈ ગયું છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 પોઈન્ટ્સ અને +1.353ના રન રેટ સાથે બીજા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ 12 પોઈન્ટ્સ છે પરંતુ -0.096 રન રેટના કારણે તે ત્રીજા ક્રમે છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઠ પોઈન્ટ્સ અને -0.684 નેટ રન રેટ સાથે ચૌથા સ્થાને છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ્સ્ અને +0.009ની નેટ રન રેટ સાથે પાંચમાં ક્રમાંકે, સીએસકે 9 મેચમાં 6 પોઈન્ટ સાથે સાતમાં, રાજસ્થાન રોયલ્સ પણ સાતમાં ક્રમે છે અને કિંગ્સ ઈલેવન પંજાબ 8 મેચમાં ચાર પોઈન્ટ્સ સાથે 8માં ક્રમે છે.
ઓરેન્જ કેપ પર રાહુલનો કબજો યથાવત
કેએલ રાહુલે 8 મેચમાં 448 રન બનાવીને ઓરેન્જ કેપ પર પોતાનો કબ્જો યથાવત રાખ્યો છે. મયંક અગ્રવાલ 382 રન સાથે બીજા અને ડૂ પ્લેસી 365 રન સાથે ત્રીજા નંબરે છે. શિખર ધવન 359 રન સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે, જ્યારે વિરાટ કોહલી 347 રન સાથે પાંચમાં ક્રમે છે.
પર્પલ કેપની રેસમાં રબાડાએ પોતાની સ્થિતિને પહેલા કરતા વધુ મજબૂત કરી લીધી છે. રબાડા 9 મેચમાં 19 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે. બીજા નંબરે ચહલની એન્ટ્રી થઈ ગઈ છે. ચહલની 9 મેચમાં 13 વિકેટ છે . જ્યારે ત્રીજા ક્રમે જોફ્રા આર્ચર છે. તે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 12 વિકેટ લઈ ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement