શોધખોળ કરો
KKR vs MI: IPL 2020ની પ્રથમ અડધી સદી નોંધાવતાની સાથે જ રોહિત શર્માએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા 39 બોલમાં 4 સિક્સની મદદથી આઈપીએલ 2020માં પોતાની પ્રથમ ફિફ્ટી નોંધાવી દીધી છે.
![KKR vs MI: IPL 2020ની પ્રથમ અડધી સદી નોંધાવતાની સાથે જ રોહિત શર્માએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ ipl 2020 rohit sharma first fifty of ipl 2020 and achieved this record KKR vs MI: IPL 2020ની પ્રથમ અડધી સદી નોંધાવતાની સાથે જ રોહિત શર્માએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/24023804/rohit-sharma-1-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીર- મુંબઈ ઈન્ડિયન્સ ટ્વિટર
KKR vs MI: અબુધાબીમાં રમાય રહેલી આઈપીએલ 2020ની પાંચમી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા 39 બોલમાં 4 સિક્સની મદદથી આઈપીએલ 2020માં પોતાની પ્રથમ ફિફ્ટી નોંધાવી દીધી છે. તેની સાથે તે આઈપીએલમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
રોહિત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નર આઈપીએલમાં કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વૉર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 829 રન બનાવ્યા છે. પરંતુ હિટમેને તેને પાછળ છોડી દીધો છે.
રોહિત શર્માએ કોલકાતા સામે 54 બોલમાં 3 ફોર અને 6 સિક્સ સાથે 80 રન બનાવ્યા હતા. આઈપીએલમા રોહિત અત્યાર સુધી કોલકાતા વિરુદ્ધ એક સદી અને 6 અડધી સદી નોંધાવી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)