શોધખોળ કરો
Advertisement
CSKની હાર પર આ દિગ્ગજ ક્રિકેટેર માર્યો ટોણો, કહ્યું -ચેન્નઈના બેટ્સમેનોને ગ્લૂકોઝ ચઢાવવાની જરૂરત
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13માં ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ મેચમાં જીત બાદ સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13માં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ મેચમાં જીત બાદ સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે પૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે, ચેન્નઈના બેટ્સમેન ફ્રી થઈને નથી રમી રહ્યાં, ના તો તે ઝડપથી રન બનાવી રહ્યાં. તેથી પોતાની રમતમાં ગતિ લાવવા માટે તેમને ગ્લૂકોઝ ચઢાવવાની જરૂરત છે.
સહેવાગે શનિવારે ટ્ટિટર પર કહ્યું, “ચેન્નઈના બેટ્સમેન રમી નથી રહ્યાં, આગામી મેચમાં બેટિંગ કરતા પહેલા ગ્લૂકોઝ ચઢાવીને આવવું પડશે.” એમએસ ધોનીના નેતૃત્વમાં રમી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સને ગઈકાલે આ સીઝનમાં વધુ એક હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હી સામે 44 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેન્નઈની ટીમે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. તેના રાજસ્થાન, દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હી સામે હાર બાદ સીએસકેના કેપ્ટન ધોનીએ કહ્યું કે, ટીમની બેટિંગમાં કમી છે અને તેમાં સુધારવાની જરૂર છે. મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે, મને નથી લાગતું કે, અમારા માટે મેચ સારી હતી. વિકેટ ધીમી પડી ગઈ હતી, પરંતુ મને લાગે છે અમારી બેટિંગમાં કમી હતી. તેની સમીક્ષા કરવી પડશે.
ટીમના પ્રથમ મેચના જીતના હીરો અંબાતી રાયડૂ ગત બે મેચમાં રમ્યો નહોતો. એવામાં ધોની આશા વ્યક્ત કરી છે કે, તે આગામી મેચમાં રમશે. ધોનીએ કહ્યું કે, રાયડૂએ આગામી મેચ રમવી જોઈએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement