IPL 2021: રાજસ્થાન રૉયલ્સ માટે માઠા સમાચાર, IPLમાંથી બહાર થઈ શકે છે આ સ્ટાર ખેલાડી
IPL 2021: આઈપીએલની 14મી સીઝન 9 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 12 એપ્રિલે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગમાં પોતાનું અભિયાન શરૂ કરશે.
Ind vs Eng: ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. 23 માર્ચથી પુણેમાં બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. આર્ચર ભારત સામે ચોથી ટી-20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને પાંચમી ટી20માં તે ત્રણ ઈન્જેક્શન લીધા બાદ રમ્યો હતો.
IPL 2021માંથી પોતાનું નામ પરત લઈ શકે આર્ચર
મીડિયા રિપોર્ટ્સનું માનીયે તો આર્ચર ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનમાંથી પોતાનું નામ પરત ખેંચી શકે છે. વાસ્તવમાં, ભારત વિરુદ્ધ ટી20 સીરિઝની નિર્ણાયક મેચ પહેલા જ આર્ચરની કોણીમાં ઈજા થઈ હતી. તેના કારણે મેચમાં ત્રણ ઈંજેક્શન લગાવીને રમ્યો હતો. જો કે, અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હજુ ભારત વિરુદ્ધ વનડે સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. એવામાં ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત કરશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે, આર્ચર રમશે કે નહીં. આર્ચર છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે.
IPL 2020માં આર્ચરનું પ્રદર્શન રહ્યું શાનદાર
આઈપીએલ 2020માં જોફ્રા આર્ચરે 14 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. તે સિવાય બેટિંગથી પણ કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી હતી. આઈપીએલ 2020માં આર્ચરે 10 સિક્સ મારી હતી. તેણે ટૂર્નામેન્ટમાં લગભગ 180ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શન માટે તેન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો.
ધોનીને પછાડી અસગર અફઘાને રચ્યો ઈતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
9 એપ્રિલથી IPL 2021 થશે શરુ
ઉલ્લેખનીય છે કે, આઈપીએલની 14મી સીઝન 9 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 12 એપ્રિલે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગમાં પોતાનું અભિયાન શરૂ કરશે.
IND vs ENG 5th T20: ઈંગ્લેન્ડને હરાવી ભારતે જીતી સતત છઠ્ઠી સીરિઝ, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ