(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2021: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ફટકો, આ ધૂરંધર ખેલાડી થયો બહાર
ફ્રેન્ચાઇઝીના કહેવા મુજબ, તેઓ સ્ટોક્સના સ્થાને કોનો સમાવેશ કરશે તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે. ડાબોડી બેટ્સમેન અને જમોડી બોલર બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને 2019નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગનો (IPL 2021) પ્રારંભ થઈ ગયો છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સને (Rajasthan Royals) મોટો ફટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) આઈપીએલની બાકી સીઝનમાંથી આંગળીની ઈજાના કારણે બહાર થઈ ગયો છે. સ્ટોક્સને રાજસ્થાનની કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની પ્રથમ મેચ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી.
રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરીને લખ્યું, ગત રાત્રે રમાયેલી મેચમાં આંગળીમાં થયેલી ઈજાના કારણે બેન સ્ટોક્સ બહાર થઈ ગયો છે. તે રાજસ્થાન રોયલ્સ સાથે જ રહેશે અને આગામી મેચોમાં ટીમને સપોર્ટ કરશે. નિવેદનમાં જણાવાયા મુજબ તપાસમાં માલૂમ પડ્યું કે તેની તૂટેલી આંગળીને ઠીક થતાં ત્રણ થી ચાર સપ્તાહ જેટલો સમય લાગશે. જેના કારણે કમનસીબે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝનની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે.
ફ્રેન્ચાઇઝીના કહેવા મુજબ, તેઓ સ્ટોક્સના સ્થાને કોનો સમાવેશ કરશે તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે. ડાબોડી બેટ્સમેન અને જમોડી બોલર બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને 2019નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
IPL 2021ની રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચમાં જ હાર
બે દિવસ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમ્સનની (Sajnu Samson) અકલ્પનીય ઇનિંગ્સ પછી પણ ટીમ (Rajasthan Royals)નો પંજાબના ૬ વિકેટે ૨૨૧ રનના જંગી સ્કોર સામે ચાર રને પરાજય થયો હતો. આ સાથે સંજુ સેમસન આઈપીએલ 2021માં (IPL 2021) સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. સંજુ સેમ્સને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં શ્રેયસ ઐયરના ૨૦૧૮માં અણનમ ૯૩ રન કરવાના રેકોર્ડને તોડયો હતો. પંજાબ કિગ્સે કેપ્ટન રાહુલ અને દીપક હૂડાની વિસ્ફોટક બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સની સામે ૬ વિકેટે ૨૨૧ રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.
Coronavirus: UPના કયા ટોચના નેતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
હરિદ્વાર: મહાકુંભમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાધુઓએ કર્યુ શાહી સ્નાન, જુઓ તસવીરો