Punjab Kingsનો નવો કેપ્ટન બનશે આ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન, જલદી થઇ શકે છે જાહેરાત
સુત્રનુ કહેવુ છે કે હંમેશાથી એક ચેમ્પીયન પ્લેયર રહ્યો છે. હરાજીમાં એટલા માટે તેને ટાર્ગેટ કરવામાં આવે છે
Punjab Kings - ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ પંજાબ કિંગ્સના કેપ્ટન (Punjab Kings Captain) માટે મયંક અગ્રવાલ (Mayank Agarwal)નુ નામ લગભગ નક્કી થઇ ગયુ છે અને બહુ જલદી આની જાહેરાત કરી દેવામાં આવશે. IPLના એક સોર્સના હવાલાથી આ રિપોર્ટ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મયંક અગ્રવાલ તે બે ખેલાડીઓમાંથી એક છે જેને પંજાબે આ વખતે હરાજીમાં રિટેન કર્યો હતો. પંજાબ ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયામાં રેટન કર્યો હતો.
પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ માટે અત્યાર સુધી મયંક અગ્રવાલની સાથે સાથે ધવનનુ નામ પણ સામે આવી રહ્યું હતુ. પરંતુ તાજા રિપોર્ટ અનુસાર, કેપ્ટનશીપની દાવેદારી માટે મયંક અગ્રવાલ આગળ છે. સુત્રનુ કહેવુ છે કે હંમેશાથી એક ચેમ્પીયન પ્લેયર રહ્યો છે. હરાજીમાં એટલા માટે તેને ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ એવુ લાગે છે કે જ્યારથી કેએલ રાહુલને રિલીઝ કરવામાં આવ્યો છે, ત્યારથી પંજાબ ફ્રેન્ચાઇઝી મયંક અગ્રવાલને કેપ્ટન તરીકે જોઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબ ટીમના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ હવે લખનઉ સુપરજાયન્ટ્સનો કેપ્ટન બની ગયો છે. મયંક અગ્રવાલ અને રાહુલની જોડી સૌથી મજબૂત ઓપનિંગ જોડીમાં સામેલ છે. આ જોડીએ ટીમને અનેકવાર જીત અપાવી છે. ગઇ સિઝનમાં મયંકે 400+ રન બનાવ્યા હતા. વર્ષ 2011માં IPL ડેબ્યૂ કરનારો મયંક અત્યાર સુધી 100 IPL મેચ રમી ચૂક્યો છે. 31 વર્ષીય આ ખેલાડી ભારતમા માટે 19 ટેસ્ટ અને 5 વનડે મેચ પણ રમી ચૂક્યો છે.
પંજાબ કિંગ્સ સ્ક્વૉડ-
મંયક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટૉન, સંદીપ શર્મા, બલતેજ સિંહ, કગિસો રબાડા, ઋત્વિક ચેટર્જી, શાહરૂખ કાન, જિતેશ શર્મા, ઓડિયન સ્મિથ, નાથન એલિસ, પ્રેરક માંકડ, ઇશાન પોરેલ, રાહુલ ચાહર, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, હરપ્રીત બરાર, વૈભવ અરોડા, અંશ પટેલ, રાજ અંગદ બાબા, બેની હૉવેલ, શિખર ધવન, ઋષિ ધવન, જૉની બેયરર્સ્ટૉ, ભાનુકા રાજપક્સા.