IPL 2023: હૈદરાબાદ સામે જાંબલી કલરની જર્સીમાં જોવા મળી ગુજરાત ટાઈટન્સની ટીમ, કારણ જાણીને તમે પણ થઈ જશો ખુશ
IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદારાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Gujarat Titans vs Sunrisers Hyderabad, IPL 2023 Match 62: IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. હૈદારાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમે આજે કંઈક અલગ રંગની જર્સી સાથે મેદાન પર ઉતરી છે.
Looking sharp in their lavender kits, the Gujarat Titans shows support for the fight against cancer!
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023
Show your support for this noble initiative with a💜 in the comments ✍🏻#GTvSRH | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/v0nrH9mgZM
આ મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમ નવી જર્સીમાં જોવા મળી. કેન્સર સામેની લડાઈમાં ગુજરાતના ખેલાડીઓએ જાંબલી રંગની જર્સી પહેરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોમાં કેન્સર જેવી બીમારી વિશે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં અને વિશ્વમાં કેન્સરને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. જાંબલી રંગ કેન્સરના તમામ સ્વરૂપોનું પ્રતીક છે અને તે રોગથી પ્રભાવિત લોકોની યાદ અપાવે છે.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ સમયે કહ્યું કે કેન્સરના દર્દીઓને મદદ કરવા માટે આ એક ખાસ પહેલ છે. આ ફક્ત અમારુ સમર્થન બતાવવાની અમારી રીત છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ IPLમાં અત્યાર સુધીમાં માત્ર બે વાર સામ-સામે જોવા મળી છે. બંને ટીમોએ 1-1 વખત મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે.
પિચ રિપોર્ટ
આ રોમાંચક મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો અહીં રમાયેલી 24 મેચોમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમ 13 વખત જીતી છે. અહીંની પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 164 રનની આસપાસ જોવા મળ્યો છે.
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન- રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, દાસુન શનાકા, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, મોહમ્મદ શમી અને નૂર અહેમદ.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન
સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન - અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, સનવીર સિંહ, મયંક માર્કન્ડે, માર્કો જોન્સન, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, ટી નટરાજન