Fastest 50 in IPL: 16 બોલમાં ફિફ્ટી ફટકારી અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ
Fastest 50 in IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 8મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
Fastest 50 in IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 8મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 12 ઓવરમાં ત્રણ વિકેટે 173 રન બનાવ્યા છે. એડન માર્કરમ અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર છે.
FIFTY off 16 deliveries 💥
— IndianPremierLeague (@IPL) March 27, 2024
Abhishek Sharma breaks the fastest fifty by @SunRisers batter record which was created not long ago!
It's raining boundaries in Hyderabad
Follow the Match ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/JSUlB8ZD93
અભિષેક શર્માએ 16 બોલમાં અડધી સદી પૂરી કરી
અભિષેક શર્મા 23 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. તે નમન ધીરના હાથે પીયૂષ ચાવલાના હાથે કેચ આઉટ થયો હતો.આ પહેલા ટ્રેવિસ હેડ (24 બોલમાં 62 રન) અને મયંક અગ્રવાલ (11 રન) આઉટ થયા હતા. અભિષેક શર્માએ 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. હૈદરાબાદ તરફથી શર્માએ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આના અડધો કલાક પહેલા ટ્રેવિડ હેડે 18 બોલમાં અડધી સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં SRH બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ જ મેચમાં ટ્રેવિસ હેડ આઈપીએલના ઈતિહાસમાં SRH માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી બન્યો હતો, પરંતુ હવે 23 વર્ષના અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે માત્ર 16 બોલમાં સિક્સર અને ફોર ફટકારીને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તેણે ટ્રેવિસ હેડ સાથે માત્ર 22 બોલમાં 68 રનની ભાગીદારી કરીને એમઆઈની બોલિંગ નબળી સાબિત કરી છે.
અભિષેક શર્માએ IPL 2024માં પોતાની પ્રથમ મેચમાં એટલે કે KKR સામે 19 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી, પરંતુ આ વખતે તેનું બેટ જાણે આગ ઓકી રહ્યું છે. આ પહેલા આઈપીએલમાં હૈદરાબાદનો કોઈ ખેલાડી 20 બોલમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ શર્માએ માત્ર 16 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. બીજી તરફ આ મેચમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડે 24 બોલમાં 62 રનની જબરદસ્ત ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની ધોલાઈ કરી નાખી હતી. હેડે ક્વેના મફાકાની બોલ પર ચોગ્ગો ફટકારીને ઇનિંગની શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડે પણ 62 રનની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.