શોધખોળ કરો
Advertisement
IPL 2020નુ શિડ્યૂલ જાહેરઃ જાણો કયા મેદાન પર સૌથી વધુ ને કયા સૌથી ઓછી મેચો રમાશે
ખાસ વાત છે કે, આઇપીએલની તમામ મેચો યુએઇના ત્રણ મેદાન પર રમાશે, જેમાં દુબઇ, અબુધાબી અને શાહજહાં સામેલ છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન આ વખતે યુએઇમાં થઇ રહ્યુ છે. બીસીસીઆઇએ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટ માટેનુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. ખાસ વાત છે કે, આઇપીએલની તમામ મેચો યુએઇના ત્રણ મેદાન પર રમાશે, જેમાં દુબઇ, અબુધાબી અને શાહજહાં સામેલ છે.
આ ત્રણ શહેરોમાં દુબઇમાં સૌથી વધુ મેચો, એટલે કે 24 મેચો રમાશે. વળી, અબુધાબીમાં 20 મેચ રમાશે. શાહજહાંના મેદાન પર સૌથી ઓછી 12 મેચોનુ આયોજન છે. બીસીસીઆઇએ જોકે, હજુ સુધી પ્લેઓફ અને ફાઇનલ વેન્યૂની જાહેરાત નથી કરી. તેમને કહ્યું કે, તે જલ્દી આ મેચોની તારીખો અને મેદાનના નામોની જાહેરાત કરશે.
અબુધાબીમાં સૌથી પહેલી મેચ 19 સપ્ટેમ્બરથી મુંબઇ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમો વચ્ચે રમાશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચથી લીગ 13મી સિઝનની શરૂઆત થશે.
કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion