શોધખોળ કરો
Advertisement
આ બેટ્સમેનની તોફાની બેટિંગથી બધા ચોંક્યા, એવા છગ્ગા ફટકાર્યા કે પાર્કિંગમાં ઉભેલી પોતાની જ કારના કાંચતુટ્યા, જુઓ તસવીરો
36 કેવિન ઓબ્રાયનની બેટિંગ જોઇને બધા ચોંકી ગયા હતા. તેના કારના તુટેલા કાંચની તસવીરો પર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે
નવી દિલ્હીઃ આપણે ઘણીવાર ક્રિકેટના મેદાન પરથી સાંભળ્યુ હશે કે કે કોઇ બેટ્સમેને શૉટ ફટકારીને કાંચ કે લાઇટ તોડી નાંખી હોય. પરંતુ ક્યારેય એવુ સાંભળ્યુ કે શૉટ મારીને પોતાની જ કારના કાંચ તોડી નાંખ્યા હોય, નહીં ને. અહીં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આવુ આયરલેન્ડના બેટ્સમેન કેવિન ઓબ્રાયને કર્યું છે. કેવિન ઓબ્રાયન પોતાની કારના કાંચ તુટેલા તે તસવીર શેર કરી છે.
કેવિન ઓબ્રાયન આયરલેન્ડનો ઓલરાઉન્ડર છે, કેવિન ઓબ્રાયન ડબલિનમાં રમાયેલી એક ડૉમેસ્ટિક ટી20 મેચ દરમિયાન છગ્ગો ફટકારીને કારની બારીનો કાંચ તોડી નાંખ્યો હતો. આ મેચમાં કેવિન ઓબ્રાયન એવી તોફાની બેટિેંગ કરી કે બધા ચોંકી ગયા હતા. મેચમાં કેવિને માત્ર 37 બૉલમાં 82 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. ઇનિંગ દરમિયાન તેને 8 છગ્ગા ફટકાર્યા હતા.
મેચ દરમિયાન કેવિન ઓબ્રાયનએ એક છગ્ગો એવો ફટકાર્યો કે બૉલ સીધુ પાર્કિંગમાં ઉભી રહેલા પોતાની કારની બારીના કાંચને ટકરાયો, જેના કારણે કાંચ તુટી ગયો હતો. ગુરુવારે કેવિન ઓબ્રાયન ઇન્ટર પ્રૉવિન્સિયલ સીરીઝની મેચ રમી રહ્યો હતો. આની તસવીરો તેને ખુદ શેર કરી હતી.
36 કેવિન ઓબ્રાયનની બેટિંગ જોઇને બધા ચોંકી ગયા હતા. તેના કારના તુટેલા કાંચની તસવીરો પર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement