ટી20માં ઇશાન કિશનના નામે નોંધાયો કયો ખરાબ રેકોર્ડ, 16 વર્ષ પહેલા કયા ભારતીયએ કર્યુ હતુ આવુ ખરાબ કામ, જાણો વિગતે
ખરેખરમાં બુધવારે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઇશાન કિશન કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો.
India vs West India T20: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ ચાલી રહી છે. પ્રથમ ટી20માં ભારતીય ટીમે શાનદાર બેટિંગ અને બૉગિંગ કરીને મેચ 6 વિકેટથી જીતી લીધી છે, પરંતુ આ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ખાસ વાત છે કે, ઇશાન કિશનને આ વખતે આઇપીએલમાં સૌથી વધુ કિંમત મળી છે. તાજેતરમાં જ થયેલા ઓક્શનમાં ઇશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ખરીદ્યો છે.
ખરેખરમાં બુધવારે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઇશાન કિશન કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. બન્ને વચ્ચે શાનદાર 64 રનની પાર્ટનરશીપ થઇ હતી. પરંતુ આ બધાની વચ્ચે ઇશાન કિશનના નામે ખરાબ રેકોર્ડ નોંધાઇ ગયો હતો. ઇશાન કિશને પોતાની સ્ટ્રાઇકરેટ બગાડી દીધી. તેને 42 બૉલમાં 35 રન બનાવ્યા આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 83.33ની રહી હતી.
ઇશાને તોડ્યો મોંગિયાનો 16 વર્ષ જુનો રેકોર્ડ-
આ રીતે ઇશાન કિશને ટી20 ઇન્ટરનેશનલમાં 40 કે તેનાથી વધુ બૉલ રમીને સૌથી ઓછી સ્ટ્રાઇક રેટથી રન બનાવનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેને દિનેશ મોંગિયાનો 16 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મોંગિયાએ વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ જોહાનિસબર્ગ ટી20માં 84.44ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
સૌથી ઓછી સ્ટ્રાઇક રેટથી ટી20 ઇન્ટરનેશનલમાં રન બનાવનારા ભારતીય (40+ બૉલ)
ઇશાન કિશન - સ્ટ્રાઇક રેટ 83.33 (35/42) vs વેસ્ટ ઇન્ડિઝ, કોલકત્તા 2022
દિનેશ મોંગિયા - સ્ટ્રાઇક રેટ 84.44 (38/45) vs સાઉથ આફ્રિકા, જ્હોનિસબર્ગ 2006
ગૌતમ ગંભીર - સ્ટ્રાઇક રેટ 93.33 (56*/60) vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 2012
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ