Jasprit Bumrah IND vs IRE: ચાલુ મેચ દરમિયાન માંડ માંડ બચ્યાં જસપ્રીત બુમરાહ, ટળી દુર્ઘટના, જુઓ વીડિયો
Watch: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ ફરી એકવાર ઘાયલ થતા બચ્યો છે.
Watch:ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસ પર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ત્રણ મેચની ટી-20 શ્રેણી રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટ, શુક્રવારે રમાઈ હતી, જેમાં ભારતે શ્રેણી જીતીને 1-0ની સરસાઈ મેળવી હતી. આ મેચનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ ઘાયલ થતાં માંડ માડ બચતો જોવા મળે છે.
— No-No-Crix (@Hanji_CricDekho) August 18, 2023
આયર્લેન્ડ પ્રવાસ દ્વારા, બુમરાહ લગભગ 11 મહિનાના લાંબા અંતર પછી ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો. આ પહેલા બુમરાહ પીઠની ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તેની પીઠની સર્જરી પણ થઈ હતી. આવી સ્થિતિમાં એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા તેની વાપસી ભારત માટે મોટી રાહત છે. મેગા ટૂર્નામેન્ટ પહેલા, ટીમ ઈન્ડિયા તેની ઈજાનું જોખમ લઈ શકે નહીં. બુમરાહ ટીમના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક છે.
બીજી તરફ જો વીડિયોની વાત કરીએ તો બુમરાહ ચોગ્ગાને રોકવાના ચકક્રરમાં બોલની પાછળ દોડતો જોવા મળે છે અને રવિ બિશ્નોઈ બાજુથી આવતો જોવા મળે છે. બિશ્નોઈ બોલને રોકવા માટે સ્લાઇડ કરે છે. આ દરમિયાન બુમરાહ પણ તેની ખૂબ નજીક આવી ગયો હતો અને તે બિશ્નોઈ સાથે ટકરાવાનો હતો, પરંતુ તે પછી ભારતીય કેપ્ટને સમજદારી બતાવીને બિશ્નોઈની ઉપરથી છલાંગ લગાવીને બંનેને ઈજા થતી બચાવી હતી. ભારતીય ચાહકો બુમરાહને ફરી એકવાર ઈજાગ્રસ્ત થતો જોવા નથી માંગતા
આ પણ વાંચો
Gujarat Rain: ડભોઈ, વાઘોડિયામાં વરસાદ, ખેતીપાકને મળશે જીવતદાન
Pakistan Bus Fire News: પાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 35 લોકોના દર્દનાક મોત
SSC Exam: સ્ટાફ સિલેક્શન કમિશને જાહેર કર્યુ એસએસસી પરીક્ષાનું કેલેન્ડર, આ રીતે કરો ચેક