ODI Record: સૌથી ઓછા બોલ પર ચાર હજાર રન ફટકારનાર ખેલાડી બન્યો જોસ બટલર, વોર્નર અને શાહિદ આફ્રિદીને પાછળ છોડ્યા
ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરને વન-ડે ક્રિકેટમાં સૌથી ખતરનાક ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે.
Jos Buttler: ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરને વન-ડે ક્રિકેટમાં સૌથી ખતરનાક ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોસ બટલરે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. જોસ બટલરની ગણતરી હાલના વન-ડે અને ટી-20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. દરમિયાન જોસ બટલરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં જોસ બટલર સૌથી ઓછા બોલ પર 4 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
શાહિદ આફ્રિદી અને ડેવિડ વોર્નરને પાછળ છોડ્યા
જોસ બટલરે વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 4000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ODI ક્રિકેટમાં 3281 બોલમાં 4 હજાર રનનો આંકડો પાર કર્યો છે. જ્યારે આ યાદીમાં બીજા નંબર પર પૂર્વ પાકિસ્તાની બેટ્સમેન શાહિદ આફ્રિદી છે. શાહિદ આફ્રિદીએ 3930 બોલમાં 4 હજાર રન પૂરા કર્યા હતા. આ સિવાય ભૂતપૂર્વ વિસ્ફોટક ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ આ યાદીમાં સામેલ છે.
ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગ પણ ટોપ-5માં સામેલ છે
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ત્રીજા નંબરે છે જ્યારે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે 4128 બોલમાં 4 હજાર રન પૂરા કર્યા. વીરેન્દ્ર સેહવાગે 4131 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. સૌથી ઓછા બોલ પર 4 હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં દક્ષિણ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક પાંચમા નંબરે છે. તેણે વન ડે ક્રિકેટમાં 4255 બોલમાં 4 હજાર રનનો આંકડો પાર કર્યો છે.
Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?
કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો
Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ