IND vs NZ: વનડે અને ટી20 સીરીઝ માટે ભારત પહોંચી ન્યૂઝીલેન્ડ ટીમ, જુઓ પુરેપુરુ શિડ્યૂલ
ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમો ફૂલ ફૉર્મમાં ચાલી રહી છે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ સીરીઝ રોમાંચક બની શકે છે. જાણો અહીં બન્ને ટીમોનું પુરેપુરી શિડ્યૂલ.....
India vs New Zealand Full Schedule: ટીમ ઇન્ડિયા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ અને ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી પહોંચી છે. બન્ને ટીમો વચ્ચે આગામી 18 જાન્યુઆરીથી આ સીરીઝ શરૂ થઇ રહી છે. એકબાજુ ભારતીય ટીમ હાલ શ્રીલંકા સામે વનડે સીરીઝ રમી રહી છે, વળી કીવી ટીમ પાકિસ્તાનને તેની જ ધરતી પર વનડે સીરીઝમાં હરાવીને અહીં આવી છે. આવામાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમો ફૂલ ફૉર્મમાં ચાલી રહી છે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ સીરીઝ રોમાંચક બની શકે છે. જાણો અહીં બન્ને ટીમોનું પુરેપુરી શિડ્યૂલ.....
ત્રણ મેચોની હશે વનડે સીરીઝ
ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની શરૂઆત વનડે સીરીઝથી થશે. બન્ને ટીમોની વચ્ચે પહેલી વનડે મેચ 18મી જાન્યુઆરીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, બીજી વનડે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 21 જાન્યુઆરીએ રમાશે, વળી, સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આગામી 24 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
View this post on Instagram
ત્રણ મેચોની હશે ટી20 સીરીઝ -
વનડે સીરીઝ બાદ કીવી ટીમ ભારત સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરશે. પહેલી ટી20 મેચ 27 જાન્યુઆરીએ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, ટી20ની બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપેયી ઇકાના સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 આગામી 1 લી ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટી20 ટીમ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.
ન્યૂઝીલેન્ડની ટીમ -
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલેન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કૉનવે, જેકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપલે, ઇશ સોઢી, બ્લેયર ટિકનર.