IND vs SA Test: દક્ષિણ આફ્રીકાના પ્રવાસમાંથી અચાનક પરત ફરશે ઈશાન કિશન, જાણો ક્યો ખેલાડી લેશે તેની જગ્યા
Ishan Kishan: સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ઈશાન કિશનની જગ્યાએ કેએસ ભરતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Ishan Kishan: સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ઈશાન કિશનની જગ્યાએ કેએસ ભરતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખુદ ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માંગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો.
🚨 UPDATE 🚨: Ishan Kishan withdrawn from #TeamIndia’s Test squad. KS Bharat named as replacement. #SAvIND
— BCCI (@BCCI) December 17, 2023
Details 🔽https://t.co/KqldTEeD0T
બીસીસીઆઈએ જણાવ્યું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માંગ્યો હતો. તેથી, તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ વિકેટકીપર કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે કેએલ રાહુલની સાથે વિકેટકીપિંગ વિકલ્પ હશે.
ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, કે.એસ. ભરત (વિકેટ કીપર).
ઈશાન અને કેએસ ભરતનો ટેસ્ટ રેકોર્ડ
ઇશાન કિશને આ વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. અત્યાર સુધી તેણે માત્ર બે ટેસ્ટ મેચ રમી છે. તેણે અહીં 78ની એવરેજથી કુલ 78 રન બનાવ્યા છે. તેના નામે અડધી સદી પણ છે. તેનાથી વિપરીત, કેએસ ભરતને પણ તે જ વર્ષે ટેસ્ટ કેપ મળી હતી. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટમાં રમી હતી. ભરત અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. અહીં તેણે 18.42ની એવરેજથી 129 રન બનાવ્યા છે. અહીં તેણે 12 કેચ અને એક સ્ટમ્પિંગ પણ કર્યું છે.
તો બીજી તરફ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં બે મોટા આંચકાઓ લાગ્યા છે. ODI ટીમનો હિસ્સો રહેલા દીપક ચહરે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટેસ્ટ ટીમમાં સામેલ મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર છે. દીપકે પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે ઓડીઆઈ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પસંદગી સમિતિએ તેના સ્થાને આકાશ દીપની પસંદગી કરી છે. શમી વિશે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંને બોલરો વિશે માહિતી શેર કરી છે. આ પહેલા દીપક ચહર પણ આફ્રિકા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેણે કોઈ મેચ રમી ન હતી, તે ટીમ ઈન્ડિયા સાથે આફ્રિકા આવ્યો ન હતો. હવે તેણે 17 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે મેડિકલ ટીમે શમીની ફિટનેસ ચેક કરી હતી. જેમાં તે પાસ થયો નથી, તેના કારણે તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.