શોધખોળ કરો
Advertisement
સન્યાસ લેવા પર મંલિગાનો ‘યૂ-ટર્ન’, બોલ્યો- હજુ બે વર્ષ વધુ રમવા માંગુ છું
36 વર્ષીય યોર્કરમેન મલિંગા અત્યાર સુધી 79 ટી20 મેચો રમી ચૂક્યો છે, મલિંગા 100થી વધુ વિકેટો લેનારો એકમાત્ર બૉલર પણ છે
નવી દિલ્હીઃ દુનિયાના ઘાતક બૉલર અને શ્રીલંકાનૌ સૌથી અનુભવી ક્રિકેટર લસિથ મલિંગા ફરી એકવાર રિટાયરમેન્ટને લઇને ચર્ચામાં આવ્યો છે. મલિંગાએ આગામી ટી20 વર્લ્ડકપ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે, એટલે કે મલિંગાએ સન્યાસ પર યૂ-ટર્ન લઇ લીધો છે.
મલિંગાએ કહ્યું કે, હું હજુ બે વર્ષ વધુ રમી શકુ છુ. મલિંગાએ માર્ચમાં કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી20 વર્લ્ડકપ બાદ સન્યાસ લઇ લેશે. જોકે, હવે તેના પર ખુદ મલિંગા યૂ-ટર્ન લઇ લીધો છે.
36 વર્ષીય મલિંગાએ ટી20 ફોર્મેટને લઇને કહ્યું કે, હું હજુ પણ બે વર્ષ સુધી રમી શકુ છુ, ટી20માં ચાર ઓવર જ નાંખવાની હોય છે અને મને લાગે છે કે હું તે સરળતાથી કરી શકુ છુ. મને કેપ્ટન તરીકે ટી20નો સૌથી વધુ અનુભવ પણ છે.
નોંધનીય છે કે, 36 વર્ષીય યોર્કરમેન મલિંગા અત્યાર સુધી 79 ટી20 મેચો રમી ચૂક્યો છે, મલિંગા 100થી વધુ વિકેટો લેનારો એકમાત્ર બૉલર પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement