T20 World Cup 2024: ટી20મા લોકી ફર્ગ્યુસને રચ્યો ઈતિહાસ, 4 ઓવર, 4 મેડન અને 3 વિકેટ
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપની 39મી મેચ ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપની 39મી મેચ ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પાપુઆ ન્યુ ગિનીએ 14 ઓવરમાં 5 વિકેટે 45 રન બનાવ્યા છે. હીરી હીરી અને કિપલિંગ ડોરીગા ક્રિઝ પર છે.
LOCKIE FERGUSON vs PNG IN THE T20I WORLD CUP:
— Johns. (@CricCrazyJohns) June 17, 2024
W,0,0,0,0,0,0,0,0,0,0,0,0,W,0,0,0,0,0,W,0,0,0,0.
- FIRST TIME IN T20I HISTORY 🤯 pic.twitter.com/49CZEMbd67
તો બીજી તરફ આજે ન્યૂઝીલેન્ડના બોલર લોકી ફર્ગ્યુસને ઈતિહાસ રહી દીધો છે. લોકી ફર્ગ્યુસને તેના ક્વોટાની 4 મેડન ઓવર ફેંકી છે અને તેણે 3 વિકેટ પણ ઝડપી છે. આવું કરનાર તે ટેસ્ટ રમનાર દેશોનો પ્રથમ બોલર બની ગયો છે. ફર્ગ્યુસને ચાડ સોપર (1 રન), ચાર્લ્સ અમીની (17 રન) અને કેપ્ટન અસદ વાલા (6 રન)ને આઉટ કર્યા હતા.
કોઈપણ બોલર માટે પોતાની ઓવરનો ક્વોટા પૂરો કરવો અને કોઈ રન આપ્યા વિના વિકેટ લેવી આશ્ચર્યજનક છે. જો કે ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસને આ કામ કરી બતાવ્યું છે. તેણે પીએનજી સામે ટી20 વર્લ્ડ કપ મેચમાં આ કર્યું હતું. વર્લ્ડ કપમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે ટી-20 ઈન્ટરનેશનલમાં બીજી વખત આવું બન્યું છે.
- 4 OVERS.
— Johns. (@CricCrazyJohns) June 17, 2024
- 4 MAIDENS.
- 3 WICKETS.
LOCKIE FERGUSON, YOU BEAUTY 🥶 pic.twitter.com/HLQQ9fwxgP
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને સોમવારે પોતાની દમદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડ કપ-2024માં ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માં જગ્યા બનાવી શકી નથી. તેની છેલ્લી મેચમાં આ ટીમનો સામનો પાપુઆ ન્યુ ગિની સામે હતો. આ ટીમ સામે ફર્ગ્યુસનની બોલિંગ ઐતિહાસિક સાબિત થઈ છે.
આ મેચમાં ફર્ગ્યુસને તેની ચાર ઓવરના ક્વોટામાં એક પણ રન આપ્યો ન હતો અને ત્રણ વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપમાં કોઈપણ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટી20 ઈન્ટરનેશનલમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ બોલરે તેની ચાર ઓવરના ક્વોટામાં કોઈ રન આપ્યા વિના વિકેટ લીધી હોય. ફર્ગ્યુસન પહેલા કેનેડાના સાદ બિન ઝફરે આ કામ કર્યું હતું. તેણે ચાર ઓવરમાં કોઈ રન આપ્યા વિના બે વિકેટ ઝડપી હતી. જો કે, કેનેડા ટેસ્ટ રમતું નથી એટલે હવે ટેસ્ટ રમનાર દેશોમાં આ કારનામું કોઈ કરી શક્યું નથી.