શોધખોળ કરો
Advertisement
IPL 2020 Qualifier 1: આવી હોઇ શકે છે દિલ્હી અને મુંબઇની પ્લેઇંગ ઇલેવન, આજની પિચ કોણે કરશે મદદ, જાણો વિગતે
આમ જોઇએ તો મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બન્ને ટીમો એકદમ સંતુલિત છે, અને મેચ વિનર ખેલાડીઓથી ભરેલી છે. આજે દુબઇમાં હવામાન પણ એકદમ ચોખ્ખુ રહેવાના આસાર છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ છે, મુંબઇ અને દિલ્હી બન્ને ટીમ સાંજે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ મેદાનમાં આમને સામને ટકરાશે. જે જીતશે તે ટીમ સીધી આઇપીએલ 2020ની ફાઇનલમાં જગ્યા બનાવી લેશે અને હારનારી ટીમને ફાઇનલમાં જવાનો એક બીજો મોકો મળશે.
આમ જોઇએ તો મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બન્ને ટીમો એકદમ સંતુલિત છે, અને મેચ વિનર ખેલાડીઓથી ભરેલી છે. આજે દુબઇમાં હવામાન પણ એકદમ ચોખ્ખુ રહેવાના આસાર છે.
પિચ રિપોર્ટ શું કહે છે
શારજહાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને અબુધાબીના શેખ જાયદ ઇન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમની સરખામણીમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એકદમ અલગ છે. અહીં પીચ થોડી અઘરી છે, બૉલ થોડો રોકાઇને આવે છે, આવામાં આપણને અહીં એક લૉ સ્કૉરિંગ મેચ જોવા મળી શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઇ ઇન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટેન્સન/નાથન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બૉલ્ટ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શૉ, શિખર ધવન, અજિંક્યે રહાણે, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટૉઇનિસ, ડેનિયલ સેમ્સ/શિમરૉન હેટમેયર/કીમો પૉલ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અનરિક નોર્ટજે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement