Women's Premier League: મિતાલી રાજને ગુજરાતે સોંપી મહત્વની જવાબદારી, બનાવી ટીમની મેન્ટર
વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લીગની પાંચેય ટીમો આ માટે તૈયાર થઈ રહી છે
![Women's Premier League: મિતાલી રાજને ગુજરાતે સોંપી મહત્વની જવાબદારી, બનાવી ટીમની મેન્ટર Mithali Raj to mentor Gujarat Giants in Women’s Premier League 2023 Women's Premier League: મિતાલી રાજને ગુજરાતે સોંપી મહત્વની જવાબદારી, બનાવી ટીમની મેન્ટર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/28/7071ed6d0a2b65ebc8d9aa8521a3e730167492298561574_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Women's Premier League Mithali Raj: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લીગની પાંચેય ટીમો આ માટે તૈયાર થઈ રહી છે. તાજેતરમાં દિલ્હીએ ઝુલન ગોસ્વામીને બોલિંગ કોચની ઓફર કરી હતી. એક રિપોર્ટ અનુસાર, ગુજરાતે મિતાલી રાજને મેન્ટર તરીકે પસંદ કરી છે. મિતાલી ટીમ ઈન્ડિયાની અનુભવી ખેલાડી રહી ચુકી છે.
Inaugural Women’s Premier League, and the GOAT @M_Raj03 to look after! 🤝
— Gujarat Giants (@GujaratGiants) January 28, 2023
We are absolutely thrilled to have the legend on board! ❤#Adani #Cricket #GarjegaGujarat pic.twitter.com/Swjs3f3FMw
વાસ્તવમાં અદાણી ગ્રુપે સૌથી મોટી બોલી લગાવીને વુમન્સ પ્રીમિયર લીગની ટીમ અમદાવાદને ખરીદી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદ (ગુજરાત) ટીમે પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજને મેન્ટર અને એડવાઇઝર તરીકે પસંદ કરી છે. અહેવાલો અનુસાર, વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માર્ચમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે તે 4 માર્ચથી શરૂ થઈ શકે છે.
The Women's Premier League will be the biggest game-changer women's cricket has seen. Thank you so much @PranavAdani for this wonderful opportunity to mentor a side in the inaugural edition of this historic tournament. Can't wait to get started! 🏏 #WPL https://t.co/2RwSu2GgI2
— Mithali Raj (@M_Raj03) January 28, 2023
રિપોર્ટ અનુસાર, મિતાલીએ કહ્યું, "વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન મહિલા ક્રિકેટ માટે ફાયદાકારક સાબિત થશે." અદાણી ગ્રુપનું આ પગલું રમતને આગળ લઈ જશે. મિતાલી વિશે અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “મિતાલી રાજ નવી પેઢી માટે રોલ મોડલ છે. આવી રમતવીર અમારી મહિલા ટીમની મેન્ટર બનશે, તે અમારા માટે આનંદની વાત છે.
મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ઓપનિંગ સિઝન માટે ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીના બીજી અઠવાડિયામાં થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 અને 11 ફેબ્રુઆરીએ નવી દિલ્હીની એક હૉટલમાં આ ઓક્શન (WPL Auction) રાખવાનું લગભગ નક્કી કરવામાં આવ્યુ છે. આ ઓક્શનમાં 5 ફ્રેન્ચાઇઝીઓ પોત-પોતાની સ્ક્વૉડને પસંદ કરશે
ઉલ્લેખનીય છે કે મિતાલી રાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે 211 વનડે ઇનિંગ્સમાં 7805 રન બનાવ્યા છે. મિતાલીએ આ દરમિયાન 7 સદી અને 64 અડધી સદી ફટકારી છે. તેણે 12 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં 699 રન બનાવ્યા છે. મિતાલીએ 89 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2364 રન બનાવ્યા છે. આમાં તેણે 17 અડધી સદી ફટકારી છે. મિતાલીએ વન-ડેમાં પણ 8 વિકેટ ઝડપી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)