શોધખોળ કરો

Watch: ઘા પર મીઠું... અફઘાનિસ્તાનના ખેલાડીએ એક પોસ્ટ કરીને ઓસ્ટ્રેલિયાની ઉડાવી મજાક!

AFG vs BAN: હાલમાં જ, પેટ કમિન્સે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે સેમિફાઇનલ રમશે,અન્ય ત્રણ ટીમોને તમે તમારી રીતે જોઈ શકો છો.

Najib Zadran Viral Post: અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે.આમ રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણથી બાંગ્લાદેશ માટે જીતવું જરૂરી હતું. જો બાંગ્લાદેશ જીતવામાં સફળ થયું હોત તો ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગયું હોત, પરંતુ એવું થયું નહીં. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ભારતીય ટીમનો મુકાબલો સેમિફાઈનલમાં જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે થશે જ્યારે અફઘાનિસ્તાનની ટીમને દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરવો પડશે.

અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ ઝાદરાનનો પ્રહાર..  
જોકે બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ ઝાદરાનની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, નજીબ ઝાદરને ઓસ્ટ્રેલિયા અને પેટ કમિન્સ પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુમાં પેટ કમિન્સને પૂછવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ રમી રહેલી ટોપ-4 ટીમો કોણ હશે? તેના જવાબમાં તેણે કહ્યું કે, તમે અન્ય 3 ટીમોને તમારી રીતે જોઈ શકો છો પરંતુ ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે ત્યાં હશે હવે નજીબ ઝાદરાને પેટ કમિન્સ અને ઓસ્ટ્રેલિયાનો આનંદ માણ્યો છે. કારણકે હવે ઓસ્ટ્રેલીયા વર્લ્ડ કપ માંથી બહાર થઈ ગયું છે, માટે નજીબે અફઘાનિસ્તાનની જીત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X' પર પોસ્ટ દ્વારા મજાક ઉડાવી છે. 

નજીબ ઝાદરાને પોસ્ટમાં પેટ કમિન્સના શબ્દોને કટાક્ષ રીતે પુનરાવર્તિત કર્યા છે. જો કે નજીબ ઝાદરાનની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વાસ્તવમાં, વરસાદના કારણે બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 8 રનથી પાછળ રહી ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget