(Source: ECI/ABP News/ABP Majha)
Watch: ‘ભાઇ ઉર્વશી બોલાવી રહી છે’ ફેન્સના કમેન્ટ પર ભડક્યો ઋષભ પંત, શું આપ્યો વળતો જવાબ?
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે
Rishabh Pant Viral Video: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. સેમિફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ પહેલા ભારતના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિષભ પંત અને ક્રિકેટ ફેન્સ વચ્ચે બોલાચાલી થઇ હતી. વાસ્તવમાં આ વીડિયોમાં ફેન્સે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ લઈને ઋષભ પંતને ટોણો મારવાનો પ્રયાસ કર્યો છે, જેનો પંતે ફેન્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
"Bhai urwashi bula Rahi........."
— Deepak Sharma (@rohit45virat18) November 7, 2022
Rishab : "Jake mil le fir"🤣 pic.twitter.com/3kjIj6yMBb
પંતે ફેન્સને જડબાતોડ જવાબ આપ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પંત બાઉન્ડ્રી લાઇન પર ડ્રિંક અને ટુવાલ લઈને જતો જોવા મળે છે. દરમિયાન કેટલાક ચાહકો પંતને કહી રહ્યા છે કે 'ભાઈ ઉર્વશી બોલાવે છે'. આ ટિપ્પણી સાંભળીને પંત ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેણે ગુસ્સામાં ચાહકોને 'જાકે મિલ લે' કહીને જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઋષભ પંત અને ફેન્સ વચ્ચે આ લડાઈ જોવા મળી રહી છે. તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રિષભ પંતને ઈંગ્લેન્ડ સામે તક મળવી જોઈએઃ રવિ શાસ્ત્રી
ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને તક મળવી જોઈએ. સાથે તેમણે કહ્યું કે રિષભ પંત એક્સ ફેક્ટર છે, દિનેશ કાર્તિક ટીમનો સારો ખેલાડી છે, પરંતુ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોના બોલિંગ આક્રમણને જોતા રિષભ પંત વધુ સારો વિકલ્પ છે. રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે જો ઋષભ પંત રમશે તો ડાબા હાથના બેટ્સમેનની ખોટ પણ પૂરી થઈ જશે. નોંધનીય છે કે સુપર-12 ગ્રુપ Aની છેલ્લી મેચમાં રિષભ પંતને ઝિમ્બાબ્વે સામે તક મળી હતી પરંતુ તે આ મેચમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.