AUS vs SA: આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર, જાણો પીચ રિપોર્ટથી લઇને સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે
SA vs AUS Playing 11 & Pitch Report: છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો
SA vs AUS Playing 11 & Pitch Report: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ગુરુવારે વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ લખનઉમાં રમાશે. ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.
Australia looks to bounce back against an in-form South Africa 👊
— ICC (@ICC) October 12, 2023
Who's taking home the points in Lucknow?#AUSvSA | #CWC23 pic.twitter.com/maax4290Hr
દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ મેચ જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ રીતે દક્ષિણ આફ્રિકાની ટીમ સતત બીજી જીત મેળવવાનો પ્રયાસ કરશે. અત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
લખનઉની પીચ પર બોલરોને મળશે મદદ?
આંકડા દર્શાવે છે કે લખનઉની પીચ પર બોલરોને મદદ મળે છે. ખાસ કરીને સ્પિન બોલરો. એકાના સ્ટેડિયમની વિકેટ પર સ્પિનરો માટે યોગ્ય છે. જો કે, આ સિવાય બેટ્સમેનો માટે રન બનાવવાનું પણ સરળ છે. જો બેટ્સમેન શરૂઆતની કેટલીક ઓવરો રમે છે, તો તે પછી બેટ્સમેન સરળતાથી રન બનાવી લે છે. આ પીચ પર બંને ટીમોના કેપ્ટન ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગીસો રબાડા અને લુંગી એનગીડી.
છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રનના વિશાળ અંતરથી હરાવ્યું. જો કે બંને ટીમના ખેલાડીઓનું ફોર્મ જોતા કાંગારુઓનો દબદબો છે. ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારત સામે શાનદાર બોલિંગ કરી હતી. જોકે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ટીમ ઈન્ડિયાના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.