ટી20 ઈન્ટરનેશનલમાં તૂટ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ, નાના દેશના આ ખેલાડીએ કર્યો કમાલ
ઓમાનની ટીમને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેમની ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર શકીલ અહેમદે બોલના બદલે બેટ વડે એવો ચમત્કાર કર્યો.
નેધરલેન્ડની ટીમ હાલમાં ઓમાનના પ્રવાસે છે જ્યાં તે યજમાન ટીમ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી છે. જ્યારે ઓમાનની ટીમે આ સીરીઝની પ્રથમ મેચ 3 વિકેટે જીતી લીધી હતી, જ્યારે નેધરલેન્ડની ટીમે બીજી મેચમાં વાપસી કરી હતી અને તેને 50 રનથી જીતી લીધી હતી. ટીમ 29 રને જીત મેળવીને શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી. ભલે ઓમાનની ટીમને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેમની ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર શકીલ અહેમદે બોલના બદલે બેટ વડે એવો ચમત્કાર કર્યો કે T20 ઈન્ટરનેશનલમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Shakeel Ahmed now has HIGHEST score by a No.10 in T20Is!
— Kausthub Gudipati (@kaustats) November 16, 2024
45 - Shakeel Ahmed🇴🇲 v Netherlands, 2024
44* - Akeal Hosein🏝️ v England, 2022
40* - Fitri Sham🇲🇾 v Bhutan, 2022
40 - Sompal Kami🇳🇵 v Hong Kong, 2014#OMAvNED
શકીલે અકીલ હોસીનનો રેકોર્ડ તોડ્યો હતો
ટી-20 ઈન્ટરનેશનલમાં હવે ટીમોની બેટિંગમાં ઘણુ સારુ પ્રદર્શન જોવા મળે છે. જેમાં લોઅર ઓર્ડરના ખેલાડીઓ પણ જરૂર હોય ત્યારે બેટ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપતા જોવા મળે છે. આ દરમિયાન જ્યારે ઓમાન ત્રીજી ટી-20 મેચમાં નેધરલેન્ડની ટીમ સામે 148 રનના સ્કોરનો પીછો કરી રહી હતી, તે સમયે 48ના સ્કોર સુધી 8 વિકેટ ગુમાવી દીધી હતી, આવી સ્થિતિમાં શકીલ અહેમદે ટીમને શરમજનક હારથી બચાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા. 10માં નંબર પર રમતા બેટથી યોગદાન આપતા તેણે 33 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. T20 ઇન્ટરનેશનલમાં આ બેટિંગ પોઝિશન પર રમાયેલી આ અત્યાર સુધીની સૌથી વધુ ઇનિંગ્સ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્પિન બોલર અકીલ હોસૈનના નામે હતો, જેણે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બ્રિજટાઉનમાં રમાયેલી T20 મેચમાં 44 રનની અણનમ ઈનિંગ રમી હતી.
10માં નંબર પર બેટિંગ કરતા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
શકીલ અહેમદ (ઓમાન) - 45 રન
અકીલ હોસેન (વેસ્ટ ઈન્ડિઝ) - 44 રન
ફિત્રી શામ (મલેશિયા) - 40 રન
શોમપાલ કમાઈ (નેપાળ) - 40 રન
મોહમ્મદ અદનાન (સાઉદી અરેબિયા) - 38 રન