શોધખોળ કરો

IND vs AUS Final Weather Report: મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે આકરો રહેશે તાપ, જાણો કેવું રહેશે હવામાન

ભારતની નજર તેના ત્રીજા ખિતાબ પર છે ત્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માંગે છે. આ દરમિયાન હવામાન અને પવનની ગતિ શું રહેશે. જાણીએ વેધર રીપોર્ટ

IND vs AUS Final Weather Report: ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10માંથી 8 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10માંથી 8 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતની નજર તેના ત્રીજા ખિતાબ પર છે ત્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માંગે છે. દરમિયાન, મેચ પહેલા ચાહકો હવામાન પર નજર રાખી રહ્યા છે.આવા સંજોગોમાં અમદાવાદમાં રમાનારી ટાઈટલ મેચમાં વરસાદ મેચની મજા બગાડશે કે પછી આકરા તાપમાં  મેચ નિહાળવો પડશે. જાણીએ શું છે વેધર રિપોર્ટ

વાસ્તવમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે હવામાન એકદમ સાફ રહેવાની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જોરદાર તડકો રહેવાનો છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ફાઈનલ મેચ પર વરસાદનું વિઘ્ન બિલકુલ નથી, આ દરમિયાન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સાંજે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ઝાકળની અપેક્ષા છે, જેનો ફાયદો બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને થશે.

જો કે, IND vs AUS ફાઇનલ મેચમાં વરસાદ પડે તો પણ ICC એ ફાઇનલ માટે પહેલાથી જ અનામત દિવસ રાખ્યો છે. મતલબ કે મેચ આગલા દિવસે જ્યાં રોકાઈ હતી ત્યાંથી બીજા દિવસે પણ ચાલુ રાખી શકાય છે.

ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ટાઈટલનો જંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા (ભારત vs ઓસ્ટ્રેલિયા) વચ્ચે રમાનારી ફાઈનલ મેચમાં બંને ટીમો જીતવાના ઈરાદા સાથે ઉતરશે. આ પહેલા 2003માં બંને ટીમો વર્લ્ડકપની ફાઇનલમાં ટકરાયા હતા. આ દરમિયાન સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ફાઈનલ મેચમાં 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 વર્ષ બાદ આ હારનો બદલો લેવા માંગશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget