શોધખોળ કરો

Pakistan Cricket Team: વર્લ્ડકપ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમમા મોટો ફેરફાર, 'મેચ ફિક્સર' ક્રિકેટરની થઇ વાપસી

Pakistan Cricket Team: ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ટી-20 શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે

Pakistan squad for New Zealand T20Is: ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ટી-20 શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 2024થી યોજાનારી ટી20 વર્લ્ડ કપની આ શ્રેણી માટે ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. ઘણા જૂના ચહેરા ટીમમાં પાછા ફર્યા છે.

પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં મેચ ફિક્સિંગ કૌભાંડમાં સંડોવાયેલા મોહમ્મદ આમીરની વાપસી થઈ છે. ઇમાદ વસીમ પણ નિવૃત્તિમાંથી પરત ફર્યો છે. બાબર આઝમ ટીમનો કેપ્ટન હશે.

પાકિસ્તાની ટીમ હાલમાં જ T20 વર્લ્ડ કપ 2024 પહેલા કાકુલમાં મિલિટરી ટ્રેનિંગ કરતી જોવા મળી હતી, તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે, હવે પાકિસ્તાની ટીમ 18 થી 27 એપ્રિલ દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે.

આ શ્રેણી માટે 17 ખેલાડીઓની બનેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાંચ મેચોની T20 શ્રેણીની મેચ રાવલપિંડી, લાહોરમાં રમાશે. મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમ સિવાય બે નવા ચહેરા પણ ટીમમાં આવ્યા છે. તેમાં અનકેપ્ડ ખેલાડી મોહમ્મદ ઈરફાન ખાન અને ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખાનનો સમાવેશ થાય છે. 21 વર્ષના ઈરફાને 34 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 135.96ના સ્ટ્રાઈક રેટથી 499 રન બનાવ્યા છે. ઉસ્માન ખાને પાકિસ્તાન સુપર લીગમાં બે સદી અને બે અડધી સદી ફટકારીને તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. કરાચીમાં જન્મેલા 28 વર્ષીય ઉસ્માનના નામે ક્વેટા ગ્લેડીયેટર્સ સામે 36 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે.

‘મેચ ફિક્સિંગ’ કૌભાંડમાં સંડોવાયેલો મોહમ્મદ આમિર પણ પરત ફર્યો

31 વર્ષીય આમિરે તાજેતરમાં જ નિવૃત્તિમાંથી પરત ફરવાની જાહેરાત કરી હતી. મોહમ્મદ આમિર છેલ્લે પાકિસ્તાન માટે T20 ઈન્ટરનેશનલ રમતા જોવા મળ્યો હતો. આ મેચ 30 ઓગસ્ટ 2020ના રોજ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. આમિરે સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ સાથે 2010માં પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સ્પોટ ફિક્સિંગ માટે પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તેની સજા ભોગવીને તેણે 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.

પાકિસ્તાની ટીમમાં પસંદગી પામેલા ઈમાદ વસીમે નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં તેના શાનદાર પ્રદર્શન બાદ તેણે યુ-ટર્ન લીધો હતો.

ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, ઈરફાન ખાન, નસીમ શાહ, સઈમ અયુબ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર, ઉસ્માન ખાન, ઝમાન ખાન.

નોન ટ્રાવેલિંગ રિઝર્વ: હસીબુલ્લાહ ખાન, મોહમ્મદ અલી, મોહમ્મદ વસીમ જૂનિયર, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget