કોહલીએ કેપ્ટનશીપ છોડતા જ દુઃખી થયો પાકિસ્તાની સ્ટાર, બોલ્યો- મારા માટે તો તે જ સાચો લીડર................
કોહલીનો વનડે સર્વેશ્રેષ્ઠ સ્કૉર પણ પાકિસ્તાન વિરુદ્ધ જ છે. તેને એક મેચમાં 183 રન બનાવ્યા હતા,
Virat Kohli: વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની સીરીઝની ત્રીજી ટેસ્ટમાં હાર મળ્યા બાદ ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. અચાનક કેપ્ટનશીપ છોડવાના વિરાટના ફેંસલાને લઇને બધા હેરાન છે. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિરે પણ વિરાટની કેપ્ટનશીપ અંગે ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા છે. મોહમ્મદ આમિરના મતે વિરાટ બેસ્ટ કેપ્ટન છે, સાચો લીડર છે. મોહમ્મદ આમિરનુ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે, અને લોકો તેની પ્રસંશા કરી રહ્યાં છે
કોહલીએ 15મી જાન્યુઆરીએ ટ્વીટ કરીને પોતાની ટેસ્ટ કેપ્ટનશીપને છોડી દીધી. મોહમ્મદ આમિરે પોતાના ટ્વીટમાં કોહલી માટે લખ્યું- ભાઇ મારા માટે તમે જ સાચા લીડર છો. કેમ કે તમે યુવા ખેલાડીઓને ઇન્સ્પાયર કર્યા છે.
@imVkohli brother for me u are a true leader of upcoming generation in cricket because u are inspiration for young Cricketers. keep rocking on and of the field. pic.twitter.com/0ayJoaCC3k
— Mohammad Amir (@iamamirofficial) January 15, 2022
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ આમિર અને વિરાટ કોહલીની એક તસવીર ખુબ વાયરલ થઇ હતી. તે રીતે આમિરનુ આ ટ્વીટ પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ અત્યાર સુધી રમાયેલી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. કોહલીનો વનડે સર્વેશ્રેષ્ઠ સ્કૉર પણ પાકિસ્તાન વિરુદ્ધ જ છે. તેને એક મેચમાં 183 રન બનાવ્યા હતા, વર્ષ 2012માં ઢાકામાં રમાયેલી આ મેચમાં કોહલીએ 148 બૉલમાં 183 રનની બેસ્ટ ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે