શોધખોળ કરો

ICC: પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, રાવલપિન્ડીમાં બેન થઇ શકે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ

આ રાવલપિન્ડીની પીચને લઇને ખુદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ પણ આ પીચને શરમજનક ગણાવી હતી

ICC on Rawalpindi pitch: આજકાલ ઇંગ્લેન્ડ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, ઇંગ્લેન્ડે સીરીઝની પ્રથમ બે મેચો જીતીને 2-0થી લીડ હાંસલ કરી લીધી છે. સીરીઝની પહેલી મેચ પાકિસ્તાનના રાવલપિન્ડીમાં રમાઇ હતી. આ મેચમાં રનોનો પુર આવ્યુ હતુ, રાવલપિન્ડીની આ પીચને લઇને હવે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. 

આ રાવલપિન્ડીની પીચને લઇને ખુદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ પણ આ પીચને શરમજનક ગણાવી હતી. હવે આઇસીસીએ આ પીચને બીજીવાર એવરેજથી નીચે નું રેટિંગ આપીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મુશ્કેલીમાં મુકી દીધુ છે.  

રાવલપિન્ડીમાં બંધ થઇ શકે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ - 
રાવલપિન્ડીની આ પીચને લઇને આઇસીસી તરફથી બીજીવાર ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે, આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં પણ આ પીચને આઇસીસી તરફથી ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો હતો. આઇસીસી તરફથી સતત બે વાર ડિમેરિટ પૉઇન્ટ મળવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે ખતરો સાબિત થઇ શકે છે. જો આ ડિમેરિટ પૉઇનટ્ પાંચ પર પહોંચી જશે તો આઇસીસી તરફથી આ ગ્રાઉન્ડને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે 12 મહિના સુધી બેન કરી દેવામા આવશે.

મેચ રેફરીએ એમિરેટ્સ આઇસીસી  એલિટ પેનનના એન્ડ પાયક્રૉફ્ટે પીચ વિશે કહ્યું કે, આ ખુબ સપાટ પીચ હતી, જેમાં કોઇપણ પ્રકારની બૉલિંગને કોઇ મદદ ન હતી મળી રહી. આ કારણે બેટ્સમેનોએ ખુબ રન ઠોક્યા, અહીં બન્ને ટીમોએ મોટો સ્કૉર બનાવ્યો, મેચ દરમિયાન પીચ મુશ્કેલથી ખરાબ થઇ. આમાં બૉલરો માટે બહુ જ ઓછી મદદ હતી, એટલે મે જાણ્યુ કે કે આ પીચ આઇસીસી દિશાનિર્દેશો અનુસાર, એવરેજથી નીચે હતી.

બન્યો હતો રેકોર્ડ સ્કૉર - 
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડ સ્કૉર બન્યો હતો, બન્ને ટીમોના બેટ્મસેનોએ ખુબ આક્રમકતાથી રન બનાવ્યા હતા, આ આખી મેચમાં 1768 રનનો ટૉટલ સ્કૉર થયો હતો, આ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સર્વાધિક સ્કૉર હતો. 

ENG vs PAK Test Series: ઇગ્લેન્ડના ખેલાડીઓની સુરક્ષા પર ખતરો, મુલતાનમાં ટીમ હોટલ પાસે ફાયરિંગ

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો પાકિસ્તાનનો વર્તમાન પ્રવાસ એક યા બીજા કારણોસર ચર્ચામાં છે. હવે મુલતાનમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે ફાયરિંગની ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુલતાનમાં જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી ઇગ્લેન્ડની ટીમની હોટલનું અંતર માત્ર એક કિલોમીટર છે. ઉલ્લેખનીય છે કે, ઇગ્લેન્ડની ટેસ્ટ ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવી છે.

PAK પોલીસે ચારની ધરપકડ કરી

ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, આ ગોળીબાર બે જૂથો વચ્ચે થયો છે અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પોલીસે ચારની ધરપકડ કરી છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ માટે હોટલમાંથી બહાર નીકળી તે પહેલા ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાની ઈંગ્લેન્ડ ટીમના પ્રેક્ટિસ સેશન પર કોઈ અસર થઈ નથી. પાકિસ્તાનના પ્રવાસ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓને રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી હોવાનું કહેવાય છે.

બંને ટીમો વચ્ચે રમાનારી બીજી ટેસ્ટની વાત કરીએ તો ઈંગ્લેન્ડે આ મેચ માટે માર્ક વુડને પોતાના પ્લેઈંગ-11માં સામેલ કર્યો છે. વુડે ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનનું સ્થાન લીધું છે, જેને રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘૂંટણની ઈજા થઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 74 રને વિજય થયો હતો. આવી સ્થિતિમાં જો ઈંગ્લેન્ડની ટીમ આ મેચ જીતી જશે તો તે ટેસ્ટ શ્રેણી પર કબજો કરી લેશે.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, 'તમારી ટીમમાં એવો ખેલાડી હોવો એક મોટો બોનસ છે જે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. વુડ જે રીતે બોલિંગ કરે છે, તે અમારા માટે સારુ સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Embed widget