શોધખોળ કરો
Advertisement
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ ક્રિકેટરના મોતના સમાચાર, જાણો શું છે સત્ય
પાકિસ્તાનમાં તેની ઉંચાઇ વિશે અલગ અલગ રિપોર્ટ્સ છે પરંતુ મોટા ભાગના લોકોનો દાવો છે કે તે 7 ફુટ 1 ઇંચ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાને રવિવારે એક કાર દુર્ઘટનમાં પોતાના મોતના વાયરસ સમાચારના સત્ય માટે ટ્વિટરની મદદ લીધી. પેસરે કહ્યું કે, થોડા દિવસ પહેલા તેના મોતના અહેવાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈરહ્યા છે જે નકલી છે. એવામાં તેણે ટ્વિટર પર આવીને આ મામલે સ્પષ્ટતા કરી છે.
નકલી અને પાયાવિહોણા રિપોર્ટ્સ પર પૂર્ણવીરામ મુકતા, ઇરફાને કહ્યું કે, તે કોઈપણ દુર્ઘટનાનો ભોગ બન્યો નથી. ડાબોડી ફાસ્ટ બોલરે આ પ્રકારના સમાચાર ન ફેલાવવા માટે આગ્રહ કર્યો કારણ કે તેનાથી તેના પરિવાર અને મિત્રો પરેશાન હતા. તેણ કહ્યું કે, ‘આ અહેવાલા મારા પરિવાર અને મિત્રોને વિચલિત કરી મુક્યા છે અને મને તેને લઈને સતત કોલ આવી રહ્યા છે. મહેરબાની કરીને આમ કરવાથી દૂર રહો. કોઈ દુર્ઘટના નથી થઈ અને હું ઠીક છું.’
38 વર્ષના મોહમ્મદ ઇરફાન, જેણે 2010માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યું હતું, તેણે ક્રશમઃ 4 ટેસ્ટ, 60 વનડે અને 22 ટી20માં પાકિસ્તાનનું પ્રતિનિધત્વ કર્યું છે. તેમાં તેણે 10, 83 અને 16 વિકેટ લીધી છે.
જોકે પાકિસ્તાનમાં તેની ઉંચાઇ વિશે અલગ અલગ રિપોર્ટ્સ છે પરંતુ મોટા ભાગના લોકોનો દાવો છે કે તે 7 ફુટ 1 ઇંચ છે. જો એ રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો તે ગોએલ ગાર્નરથી પણ આગળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી ઉંચો ખેલાડી છે.
તે અંતિમ વખત પાકિસ્તાન સુપર લીગ દરમિયાન જોવા મળ્યો હતો જ્યાં તેણે મુલ્તાન સુલ્તાન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં ચાર વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement