Asia Cup 2022: ભારતને હરાવવા પાકિસ્તાન એક્શનમાં, એશિયા કપ માટે જાહેર કરી દમદાર ટીમ, જુઓ ખેલાડીઓનુ લિસ્ટ.........
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) બુધવારે એશિયા કપ 2022 માટેની પાકિસ્તાની ટીમ સ્ક્વૉડને જાહેર કરી દીધી છે,
Pakistan squad for Asia Cup 2022: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) બુધવારે એશિયા કપ 2022 માટેની પાકિસ્તાની ટીમ સ્ક્વૉડને જાહેર કરી દીધી છે, સાથે સાથે નેધરલેન્ડ્સ સામેની સીરીઝ માટેની સ્ક્વૉડ પણ જાહેર કરી દેવામાં આવી છે. બાબર આઝમ બન્ને પાકિસ્તાની ટીમનો કેપ્ટન રહેશે. એશિયા કપની શરૂઆત આગામી 27 ઓગસ્ટથી થઇ રહી છે, અને 28 ઓગસ્ટે પાકિસ્તાનની ટક્કર ભારત સાથે થશે.
પાકિસ્તાન માટે ખાસ રાહતના સમાચાર એ છે કે પાકિસ્તાની સ્ક્વૉડમાં ફરીથી ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદીની વાપસી થઇ ગઇ છે. આફ્રિદી તાજેતરમાં જ રમાયેલી શ્રીલંકા સામે રમાયેલી બીજી ટેસ્ટમાં ન હતો, આ ઉપરાંત નસીમ શાહને ફાસ્ટ બૉલર હસન અલીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
એશિયા કપ 2022 માટે પાકિસ્તાની ટીમની ફૂલ સ્ક્વૉડ -
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હેરિસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાહનવાઝ દહની, ઉસ્માન કાદિર.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી