શોધખોળ કરો

IPL પહેલા ગુજરાત ટાઈટન્સ માટે સારા સમાચાર, શાનદાર ફોર્મમાં જોવા મળ્યો આ ખેલાડી 

તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સનો ખેલાડી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. હાર્દિક પંડ્યાની વિદાયને ગુજરાત ટાઇટન્સ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

Rahul Tewatia In Vijay Hazare Trophy 2023: તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સનો ખેલાડી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. હાર્દિક પંડ્યાની વિદાયને ગુજરાત ટાઇટન્સ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, ગુજરાત ટાઇટન્સનો ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. રાહુલ તેવટિયા વિજય હજારે ટ્રોફીમાં તોફાની બેટિંગ કરી રહ્યો છે. સાથે જ આ ખેલાડી બોલિંગમાં પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે.

રાહુલ તેવટિયા શાનદાર બેટિંગ કરી રહ્યો છે

વિજય હજારે ટ્રોફીની પ્રથમ મેચમાં રાહુલ તેવટિયાએ 70 બોલમાં 99 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચમાં રાહુલ તેવટિયાએ બોલર તરીકે 10 ઓવરમાં 53 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. રાહુલ તેવટિયાએ બીજી મેચમાં 42 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં તેણે 4 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. વિજય હજારે ટ્રોફીની ત્રીજી મેચમાં રાહુલ તેવટિયાએ 34 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. આ રીતે રાહુલ તેવટિયા ત્રણેય મેચમાં અણનમ રહ્યો હતો.

તેણે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ તાકાત બતાવી

વિજય હજારે ટ્રોફીની ચોથી મેચમાં રાહુલ તેવટિયાને બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ તેણે માત્ર 4 બોલ ફેંક્યા અને 1 ખેલાડીને આઉટ કર્યો. ત્યાર બાદ પાંચમી મેચમાં પણ રાહુલ તેવટિયાને બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ બોલિંગમાં સારુ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં રાહુલ તેવટિયાએ 7.4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ તેવટિયા IPLમાં ગુજરાત ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલા રાહુલ તેવટિયા રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. 

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આખરે તેની જૂની  આઇપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે.   કેશ ટ્રેડ ડીલથી  તે ગુજરાતમાંથી મુંબઈની ટીમમાં ગયો હતો.  IPL રિટેન વિન્ડોની સમયમર્યાદા રવિવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ હતી અને ત્યાં સુધીમાં ગુજરાતે હાર્દિકનું નામ તેની રિટેઈન લિસ્ટમાં રાખ્યું હતું.

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઇપીએલની આગામી સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. ગુજરાત ટાઇટન્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.  હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget