Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
IND vs NZ: સોશિયલ મીડિયા પર ભારતીય ઓફ સ્પિનર રવિ અશ્વિનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રવિ અશ્વિને ડેરિલ મિચેલનો અદભુત કેચ ઝડપ્યો. રવિ અશ્વિને દોડીને ડેરિલ મિચેલનો શાનદાર કેચ પકડ્યો.
![Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ ravi ashwin stunning catch daryl mitchell ind vs nz Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/02/5d5d3dae496fb2686e43e272286622231730552896962428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ravi Ashwin Viral Catch: મુંબઈ ટેસ્ટ રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર બીજા દિવસની રમત પૂરી થતાં 9 વિકેટે 171 રન છે. ન્યૂઝીલેન્ડની લીડ 143 રનની થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ માટે બીજા દિવસે એજાઝ પટેલે 5 વિકેટ લીધી. ત્યારબાદ ભારતીય સ્પિનરોનો જલવો જોવા મળ્યો. અત્યાર સુધી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી છે. જ્યારે રવિ અશ્વિનને 3 સફળતા મળી છે. આ ઉપરાંત આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરે 1 1 બેટ્સમેનને આઉટ કર્યો.
રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ
સોશિયલ મીડિયા પર ભારતીય ઓફ સ્પિનર રવિ અશ્વિનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રવિ અશ્વિને ડેરિલ મિચેલનો અદભુત કેચ ઝડપ્યો. રવિ અશ્વિને દોડીને ડેરિલ મિચેલનો શાનદાર કેચ પકડ્યો. ત્યારબાદ બેટ્સમેન સહિત ચાહકોને વિશ્વાસ ન થયો. જ્યારે વાનખેડેમાં ભારતીય ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. હવે સોશિયલ મીડિયા પર રવિ અશ્વિનનો કેચ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Runs backwards
— BCCI (@BCCI) November 2, 2024
Keeps his eyes 👀 on the ball
Completes an outstanding catch 👍
Sensational stuff from R Ashwin! 👏 👏
Live ▶️ https://t.co/KNIvTEy04z#TeamIndia | #INDvNZ | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/ONmRJWPk8t
વાનખેડેમાં બીજા દિવસે શું શું થયું?
જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડનો સ્કોર બીજા દિવસની રમત પૂરી થતાં 9 વિકેટે 171 રન છે. આ રીતે કીવી ટીમની લીડ 143 રનની થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ માટે એજાઝ પટેલ અને વિલિયમ ઓ'રૂર્કે નોટઆઉટ છે. આ પહેલા ભારતે બીજા દિવસે 4 વિકેટે 84 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. ભારત માટે શુભમન ગિલ અને ઋષભ પંતે 96 રનની ભાગીદારી કરી, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન નિયમિત અંતરાલે પેવેલિયન પરત ફરતા રહ્યા. ન્યૂઝીલેન્ડ માટે એજાઝ પટેલ સૌથી સફળ બોલર રહ્યા. એજાઝ પટેલે 5 બેટ્સમેનને આઉટ કર્યા. આ ઉપરાંત મેટ હેનરી, ગ્લેન ફિલિપ્સ અને ઈશ સોઢીએ 1-1 વિકેટ પોતાના નામે કરી. રવિન્દ્ર જાડેજા ભારત માટે અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે. રવિન્દ્ર જાડેજાને 4 સફળતા મળી છે. આ સિવાય રવિ અશ્વિને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી છે. આજે બીજા દિવસે બંને ટીમના 15 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા.
આ પણ વાંચોઃ
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)