T20 WC 2022 Points Table: ગૃપ-1માં ન્યૂઝીલેન્ડ છે નંબર-1, જાણો ગૃપ-2માં શું છે ભારતની સ્થિતિ..............
ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)ની સુપર-12 રાઉન્ડની તમામ ટીમો એક-એક મેચ રમી ચૂકી છે. આ ટીમો બે ગૃપોમાં વહેંચાયેલી છે.
T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)ની સુપર-12 રાઉન્ડની તમામ ટીમો એક-એક મેચ રમી ચૂકી છે. આ ટીમો બે ગૃપોમાં વહેંચાયેલી છે. ગૃપ 1માં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે, તો ગૃપ 2માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ સામેલ છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગૃપ 5ની બાકી પાંચ ટીમો એક એક મેચ રમશે. દરેક ગૃપની ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
ગૃપ-1 પૉઇન્ટ્સ ટેબલ -
ગૃપ 1માં હાલમાં ન્યૂઝીલેન્ડ ટૉપ પર છે, કિવી ટીમે સુપર 12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાના કરારી હાર આપી હતી, આ ગૃપમાં જો ઓસ્ટ્રેલિયા એક મેચ વધુ હારે છે, તો તે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ શકે છે.
ટીમ | મેચ | જીત | હાર | પૉઇન્ટ્સ | નેટ રનરેટ |
ન્યૂઝીલેન્ડ | 1 | 1 | 0 | 2 | 4.450 |
શ્રીલંકા | 1 | 1 | 0 | 2 | 2.467 |
ઇંગ્લેન્ડ | 1 | 1 | 0 | 2 | 0.620 |
અફઘાનિસ્તાન | 1 | 0 | 1 | 0 | -0.620 |
આયરલેન્ડ | 1 | 0 | 1 | 0 | -2.467 |
ઓસ્ટ્રેલિયા | 1 | 0 | 1 | 0 | -4.450 |
ગૃપ-2 પૉઇન્ટ્સ ટેબલ -
ગૃપ 2માં દક્ષિણ આફ્રિકાને મોટુ નુકશાન થયુ છે, ઝિમ્બાબ્વેની વિરુદ્ધ તેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આવામાં બન્ને ટીમોને સરખા પૉઇન્ટ મળ્યા, આ મેચ પરિણામ વિનાની રહેવાથી ભારત-પાકિસ્તાનની ટીમોને ફાયદો થશે.
ટીમ | મેચ | જીત | હાર | પૉઇન્ટ્સ | નેટ રનરેટ |
બાંગ્લાદેશ | 1 | 1 | 0 | 2 | 0.450 |
ભારત | 1 | 1 | 0 | 2 | 0.050 |
દ. આફ્રિકા | 1 | 0 | 0 | 1 | - |
ઝિમ્બાબ્વે | 1 | 0 | 0 | 1 | - |
પાકિસ્તાન | 1 | 0 | 1 | 0 | -0.050 |
નેધરલેન્ડ્સ | 1 | 0 | 1 | 0 | -0.450 |