IND vs SA: ગાયકવાડ-કિશન ઓપનિંગ તો કાર્તિકની વાપસી, પંતની કેપ્ટનશીપમાં બદલાઇ ગઇ આખી ટીમ, જુઓ.........
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે દિલ્હીમાં પાંચ મેચોની ટી20 સીરીઝની પહેલી મેચ રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
India vs South Africa 1st T20, India Playing 11: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે દિલ્હીમાં પાંચ મેચોની ટી20 સીરીઝની પહેલી મેચ રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, આ સીરીઝ માટે ભારતીય ટીમના કેપ્ટન નિયુક્ત કરવામા આવેલો કેએલ રાહુલ અને લેગ સ્પિનર કુલદીપ યાદવ ઇજાના કારણે સીરીઝમાંથી બહાર થઇ ગયા છે. આવામાં સવાલ એ છે કે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કેવી હશે.
ઋષભ પંતને મળી ટીમની કમાન -
કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થતાંની સાથે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમની કમાન સોંપવામાં આવી છે. જોકે, કેએલ રાહુલ થતાં જ ટીમ ઇન્ડિયાએ પોતાને કેપ્ટન જ નહીં પરંતુ એક દમદાર ઓપનર પણ ગુમાવી દીધો છે. હવે સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋષભ પંતની કેપ્ટનશીપમાં આખેઆખી ટીમ બદલાઇ ગઇ છે.
આવી હશે આજની પ્લેઇંગ ઇલેવન -
રિપોર્ટ અનુસાર, ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશન આજે દક્ષિણ આફ્રિકા સામે ઇનિંગની શરૂઆત કરશે. વળી, નંબર ત્રણ પર શ્રેયસ અય્યર, ચાર નંબર પર ઋષભ પંત, પાંચ નંબર પર હાર્દિક પંડ્યાનુ રમવુ નક્કી છે. આ પછી દિનેશ કાર્તિક અને અક્ષર પટેલને ફિનિશરની ભૂમિકામાં રાખવામાં આવશે. વળી, સ્પીન બૉલિંગ વિભાગની જવાબદારી યુજવેન્દ્ર ચહલ સંભાળશે અને ફાસ્ટ બૉલિંગનો આધાર ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલના ખભા પર રહેશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અને હર્ષલ પટેલ.
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ