Rishabh Pant: વર્લ્ડકપ પહેલા અચાનક પંતે કેમ બદલી નાખી જન્મતારીખ?
ગયા વર્ષે પંત એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત 30 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી રૂરકીમાં પોતાના ઘરે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યો હતો.
Why Rishabh Pant Changed His Date Of Birth: ભારતીય સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હાલ કાર અકસ્માત બાદ થયેલી ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. દરમિયાન ઋષભ પંતે ભારતમાં રમાનાર 2023 વર્લ્ડકપ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં મોટો ફેરફાર કર્યો છે. જેને સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચા પણ જગાવી છે.
ગયા વર્ષે ઋષભ પંત એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત 30 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી રૂરકીમાં પોતાના ઘરે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત બાદ પંતને સ્થાનિક લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માત બાદ પંતના શરીરના ભાગે ઘણી સર્જરીઓ થઈ હતી. જો કે, હાલ આ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, જ્યાં તે રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
ઋષભ પંતની સાચી જન્મતારીખ વિશે વાત કરીએ તો તે 4 ઓક્ટોબર, 1997 છે. પરંતુ પંતે તાજેતરમાં તેના અકસ્માતને લઈને આ બીજી જન્મ તારીખ શેર કરી. ભારતીય વિકેટકીપર બેટ્સમેને તેની અલગ જ જન્મ તારીખ 05/01/23 લખી છે.
જાણો કેવી છે પંતની તબિયત?
અકસ્માત બાદ પંતની હાલતમાં ઘણો સુધારો થયો છે. તાજેતરમાં, બેટ્સમેને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કોઈ પણ ટેકા વિના સીડીઓ ચડતો જોવા મળ્યો હતો. પંત એનસીએમાં તેની રિકવરી માટે સખત મહેનત કરી રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પંત વર્લ્ડકપ સુધી વાપસી કરી શકે છે, જોકે તેના વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
Pant has changed his bio on Instagram.
— Johns. (@CricCrazyJohns) June 28, 2023
2nd Date of birth on 5th January 2023. pic.twitter.com/ASHOSyakWR
જાહેર છે કે, પંતે તાજેતરમાં એક તસવીર શેર કરી હતી, જેમાં મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને કેએલ રાહુલ હાજર હતા. કેએલ રાહુલ પણ પોતાના રિહેબને કારણે હાલમાં NCAમાં હાજર છે. IPL 2023માં એક મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલના પગમાં ઈજા થઈ હતી. થોડા સમય પહેલા રાહુલે સર્જરી કરાવી હતી.
આ ઉપરાંત ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યર પણ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં જ છે. પીઠની ઈજાને કારણે બુમરાહ અને ઐય્યરે સર્જરી કરાવી હતી. ત્યારબાદથી આ બંને ખેલાડીઓ રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.