શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં પંતે કેમ ન હતા ફટકાર્યા છગ્ગા, સામે આવ્યુ ચોંકવનારુ કારણ
વનડે, ટી20 કે ટેસ્ટ કોઇપણ ફોર્મેટ હોય તે પોતાની આગાવી શૈલીમાં જ રમત રમે છે. જોકે, ચોથી ટેસ્ટમાં પંતે માત્ર એક જ છગ્ગો ફટકાર્યો હતો. આ અંગે પંતે ખુદ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જાણો પંતે કેમ છગ્ગા ન હતા ફટકાર્યા.....
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 2-1થી જીત્યા બાદ મેચના હીરો રહેલા ઋષભ પંતે મોટો ખુલાસો કર્યો છે. તેને હાર્ડહીટર તરીકે ઓળખવામાં આવે છે, વનડે, ટી20 કે ટેસ્ટ કોઇપણ ફોર્મેટ હોય તે પોતાની આગાવી શૈલીમાં જ રમત રમે છે. જોકે, ચોથી ટેસ્ટમાં પંતે માત્ર એક જ છગ્ગો ફટકાર્યો હતો. આ અંગે પંતે ખુદ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જાણો પંતે કેમ છગ્ગા ન હતા ફટકાર્યા.....
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ગાબા ટેસ્ટની યાદોને વગોળી, સિક્ટર મેને પંતે હિટ કરવા અંગે કહ્યું કે, મને ખબર છે કે કાંગારુ બૉલર નાથન લિયોન છગ્ગો મારી શકાય એવા આઉટસાઇડ બૉલ નાંખતો હતો, પરંતુ પાંચમા દિવસની રમત કઠીન હતી, બૉલ પણ 70 ઓવર જુનો થઇ ગયો હતો, અને જો હિટ કરવા જઇએ તો હુ વિકેટકીપર ટિમ પેનના હાથમાં કે સાઇડના ફિલ્ડરના હાથમાં આસાની ઝીલાઇ જતો. મેં પાચમા દિવસની રમતમાં નક્કી કર્યુ હતુ કે પુરેપુરી ઓવર રમીશ.
બ્રિસ્બેન ટેસ્ટના મેચ વિનરે કહ્યું કે, બાઉન્ડ્રી પર કોઇ ખેલાડી પણ ન હતો, હુ ઇચ્છતો તો છગ્ગા ફટકારી શકતો હતો, પરંતુ હું ઇજાગ્રસ્ત હોવાથી મને દુઃખાવો થતો હતો. પંતે કહ્યું કે, જ્યારે હુ રમવા આવ્યો ત્યારે કોહનીમાં ઇન્જેક્શન લઇને આવ્યો હતો, જ્યારે હુ મોટો શૉટ ફટકારવાની કોશિશ કરતો હતો તે સમયે મને એલ્બોમાં દુઃખાવો થઇ રહ્યો હતો, આ કારણે હું છગ્ગા ફટકારવાની કોશિશ નહતો કરતો.
(પ્રતિકાત્મક તસવીર)
ઋષભ પંતે રમી હતી ધારદાર ઇનિંગ
ભારતની ઐતિહાસિક જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત રહ્યો હતો, પંતે ગાબા ટેસ્ટમાં 138 બૉલ રમીને 89 રનની મહત્વની ઇનિંગ રમી હતી, જેમાં તેને નવ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો ભારતીય વિકેટકીપર પણ બની ગયો હતો. પંતે આ સીરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. આ સીરીઝમાં તેના નામે 274 રન છે.
ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ મેચ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારત હાર્યુ હતુ, બાદમાં કોહલી સ્વદેશ પરત ફર્યો અને કમાન રહાણેને સોંપવામાં આવ હતી. રહાણેએ દમદાર કેપ્ટનશીપ કરતાં બાકીને ત્રણ મેચોમાંથી બે ટેસ્ટ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે પ્રથમ ટેસ્ટમાં માત્ર 36 રન ઓલઆઉટ થયા બાદ સીરીઝમાં દમદાર વાપસી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion