ICC ODI Rankings : રોહિત શર્માએ ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ, બોલરોમાં ટોપ પર ચોંકાવનારો બદલાવ
ICCએ તાજેતરની રેન્કિંગ અપડેટ કરી છે. વર્લ્ડ કપના કારણે આ અઠવાડિયે રેન્કિંગમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ રેન્કિંગમાં ભારતનું પ્રથમ સ્થાન યથાવત છે.
ICCએ તાજેતરની રેન્કિંગ અપડેટ કરી છે. વર્લ્ડ કપના કારણે આ અઠવાડિયે રેન્કિંગમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ રેન્કિંગમાં ભારતનું પ્રથમ સ્થાન યથાવત છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાનથી આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને યથાવત છે.
બાબર આઝમ પ્રથમ સ્થાને
બેટિંગ રેન્કિંગમાં બાબર આઝમ પ્રથમ સ્થાને યથાવત છે, પરંતુ હવે બીજા સ્થાને રહેલા શુભમન ગિલ તેનાથી માત્ર 2 પોઈન્ટ પાછળ છે. ક્વિન્ટન ડી કોક ત્રીજા સ્થાને યથાવત છે, જ્યારે ડેવિડ વોર્નર એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે અને રોહિત શર્મા ત્રણ સ્થાનના ફાયદા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી બે સ્થાન ગુમાવ્યા બાદ સાતમા સ્થાને છે અને હેનરિક ક્લાસેન બે સ્થાન ગુમાવ્યા બાદ છઠ્ઠા સ્થાને છે.
ટોપ 10ની બહાર ભારતના કેએલ રાહુલ 20મા અને શ્રેયસ ઐયર 35મા ક્રમે છે. સ્કોટલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ 11 સ્થાનના ફાયદા સાથે સંયુક્ત 16માં સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 29માં અને ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર 58માં ક્રમે છે.
New No.1 ranked bowler 👑
— ICC (@ICC) November 1, 2023
The Pakistan speedster leads the pack in the latest @MRFWorldwide ICC Men's ODI Player Rankings ⬇️https://t.co/jB7vDWimfq
બોલિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના શાહીન આફ્રિદી 9 સ્થાનના મોટા ફાયદા સાથે પ્રથમ વખત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે અને તેના કારણે જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ અને કેશવ મહારાજને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. ભારતના કુલદીપ યાદવ અને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન બે-બે સ્થાનના ફાયદા સાથે સાતમા અને આઠમા સ્થાને છે.
ટોપ 10 ની બહાર ભારત તરફથી જસપ્રીત બુમરાહ બે સ્થાનના ફાયદા સાથે 11મા, મોહમ્મદ શમી 5 સ્થાનના ફાયદા સાથે 17મા અને રવિન્દ્ર જાડેજા ચાર સ્થાનના ફાયદા સાથે 27મા સ્થાને છે.
શાકિબ અલ હસન ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે, જ્યારે ભારતનો હાર્દિક પંડ્યા ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના માર્કો જાનસેન 2 સ્થાનના ફાયદા સાથે નવમા સ્થાને અને ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર 14 સ્થાનના ફાયદા સાથે 17મા સ્થાને પહોંચી ગયો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial