Rohit Sharma: રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, સચિન અને ગાંગુલીના એલિટ ક્લબમાં થયો સામેલ
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે
અમદાવાદઃ ટીમ ઈન્ડિયાના ઓપનર અને કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. રોહિત શર્માનું નામ હવે મહાન ખેલાડીઓ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડની એલિટ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે. વાસ્તવમાં અનુભવી રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં 35 રન બનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,000 રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ મેળવનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો છે. રોહિત બીજા દિવસે 17 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ત્રીજા દિવસે પહેલા સેશનમાં તેણે વધુ ચાર રન સાથે 17 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા.
𝗔 𝗱𝗮𝘆 𝗳𝘂𝗹𝗹 𝗼𝗳 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲𝘀!
— BCCI (@BCCI) March 11, 2023
Congratulations to #TeamIndia 🇮🇳 captain @ImRo45 on reaching 1⃣7⃣0⃣0⃣0⃣ runs in international cricket 👏👏 pic.twitter.com/CZ8vYpHmGe
તે હવે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોનીની ક્લબમાં જોડાઈ ગયો છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,000 રન બનાવ્યા છે. રોહિતે જૂન 2007માં આયરલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેણે 47 ટેસ્ટ, 241 વન-ડે અને 148 T20 ઈન્ટરનેશનલ રમી છે, જેમાં તેણે અમદાવાદ ટેસ્ટ પહેલા અનુક્રમે 3320, 9782 અને 3853 રન બનાવ્યા છે. રોહિત વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.
મેચનો ત્રીજો દિવસ કંઈક આવો રહ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચ, ગુરુવારથી રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો ત્રીજો દિવસ સંપૂર્ણપણે ભારતીય બેટ્સમેનોના હિતમાં રહ્યો હતો. પહેલા શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ કાંગારૂ બોલરોને પરસેવો પાડી દીધો હતો અને ત્યારબાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ તેમને જોરદાર લડત આપી હતી. દરમિયાન શુભમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી (128) ફટકારી હતી. આ સાથે જ કોહલીએ પણ લાંબા સમય બાદ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી ભારતે 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા. જો કે કોહલી અને જાડેજાની જોડી હજુ પણ પીચ પર અણનમ છે.
IND vs AUS Test: શુભમન ગીલની ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી, ફટકારી કરિયરની બીજી ટેસ્ટ સદી
IND vs AUS Test, Shubman Gill 100: ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમની ગીલે ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવ્યો છે. ગીલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી છે. ગીલે પોતાની ઇનિંગમાં ફરી એકવાર ધૈર્યપૂર્ણ રીતે સેન્ચૂરી ફટકારીને બધાનો ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગીલ વર્ષ 2023માં ટી20 સદી અને વનડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે, હવે વધુ એક ટેસ્ટ સદીથી તેની બેટિંગમાં નિખાર આવ્યો છે.
ગીલની શાનદાર ટેસ્ટ સદી -
શુભમન ગીલ અત્યારે ભારતીય ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન છે, હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં કમાલની સદી ફટકારી છે. ગીલે ઓપનિંગમા આવીને 194 બૉલનો સામનો કર્યો હતો, જેમાં તેને 101 રનની ઇનિંગ સાથે પોતાની બીજી ટેસ્ટ સદી પુરી કરી હતી. આ દરમિયાન ગીલે 1 છગ્ગો અને 10 ચોગ્ગા લગાવ્યા હતા. ગીલની ફરી એકવાર ટેસ્ટમાં પણ શાનદાર સ્ટ્રાઇક રેટ જોવા મળી હતી, તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 52.28ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.