શોધખોળ કરો
Advertisement
ભારતીય ટીમમાંથી બહાર થયેલો આ ક્રિકેટર 8 વર્ષ બાદ કરશે ક્રિકેટમાં વાપસી, આ ટીમ સાથે જોડાયો
શ્રીસંતને ઓગસ્ટ 2013માં આઇપીએલ મેચમાં સ્પૉટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના આરોપ સાબિત થયા બાદ બીસીસીઆઇએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રાહત આપતા આ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બૉલર શ્રીસંત ફરી એકવાર ક્રિકેટમાં વાપસી કરવા તૈયાર થયો છે, સાત વર્ષના પ્રતિબંધ પુરો થયા બાદ તે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા તૈયાર થયો છે. શ્રીસંત 10મી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી મુસ્તાક અલી ટી20 ટ્રૉફી માટે કેરાલાની સંભવિત ટીમમમાં સિલેક્ટ કરાયો છે.
શ્રીસંતને ઓગસ્ટ 2013માં આઇપીએલ મેચમાં સ્પૉટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના આરોપ સાબિત થયા બાદ બીસીસીઆઇએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રાહત આપતા આ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો.
(ફાઇલ તસવીર)
શ્રીસંત ઉપરાંત ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના પણ ઉત્તરપ્રદેશની ટીમમાંથી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં રમશે, રૈનાએ થોડાક મહિલાઓ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી હતી.
37 વર્ષીય શ્રીસંત મુસ્તાક અલી ટ્રૉફી માટે કેરાલાની 26 સભ્યોની સંભવિત ટીમમાં પસંદ કરાયો છે. આમ શ્રીસંત આઠ વર્ષ બાદ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion