IND vs AUS: સંજુ સેમસનને ટીમ ઈન્ડિયાએ વનડે માટે આપી તક, વેસ્ટઈન્ડિઝ સામે રમાશે સીરીઝ
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં સિનિયર ખેલાડીઓ ઉપરાંત ઘણા યુવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.
IND vs WI Squad, Sanju Samson: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં સિનિયર ખેલાડીઓ ઉપરાંત ઘણા યુવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ સાથે જ વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ ODI ટીમમાં જગ્યા મળી છે. જો કે સોશિયલ મીડિયા યુઝર્સ સંજુ સેમસન પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ
— BCCI (@BCCI) June 23, 2023
સંજુ સેમસન માટે IPL 2023ની સિઝન કેવી રહી ?
જો આપણે IPL 2023માં સંજુ સેમસનના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડી માટે આ સિઝન એકદમ સરેરાશ રહી હતી. સંજુ સેમસને આ સિઝનમાં 14 મેચ રમી હતી. સંજુ સેમસને આ 14 મેચમાં 362 રન બનાવ્યા હતા. આ વિકેટ કીપર બેટ્સમેનની સરેરાશ 30.17 હતી. જ્યારે IPL 2023ની સિઝનમાં સંજુ સેમસને 153.4ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો. સંજુ સેમસને 3 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. જ્યારે IPL 2023 સિઝનમાં સંજુ સેમસનનો સર્વોચ્ચ સ્કોર અણનમ 66 રન હતો.
આ યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે
જો કે હવે સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ODI ટીમમાં જગ્યા મળી ગઈ છે. ત્યારથી તે સતત ચર્ચામાં છે. નોંધપાત્ર વાત એ છે કે, ટેસ્ટ મેચ સિવાય ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI અને T20 શ્રેણી રમશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ ODI ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial