Chanakya Image: વૈજ્ઞાનિકોએ બનાવી ધોની જેવા દેખાતા ચાણક્યની તસવીર, સોશિયલ મીડિયા આવ્યું કોમેન્ટનું ઘોડાપૂર
Chanakya Image: વૈજ્ઞાનિકોના એક જૂથે ભારતીય ફિલોસોફર ચાણક્યની તસવીરબનાવી છે, અને તે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન CSK સુકાની એમએસ ધોની જેવી જ દેખાય છે. આ સમાચાર અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
Chanakya Image: વૈજ્ઞાનિકોના એક જૂથે ભારતીય ફિલોસોફર ચાણક્યની તસવીર બનાવી છે, અને તે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન CSK સુકાની એમએસ ધોની જેવી જ દેખાય છે. આ સમાચાર અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
Scientists at Magadha DS University have reconstructed this 3D model of how Chanakya, the author of Arthashastra might have looked. pic.twitter.com/M443FytXCu
— ⛄🎄Jerxn🥑 (@jerxn_) March 10, 2024
તમને જણાવી દઈએ કે, ચાણક્ય એ પ્રાચીન ભારતના એ વ્યક્તિ હતા જેઓ શિક્ષક, લેખક, વ્યૂહરચનાકાર, ફિલસૂફ, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી તરીકે સક્રિય હતા અને તેમની બુદ્ધિમત્તા માટે પ્રખ્યાત હતા. જેના દ્વારા તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં શાહી સલાહકાર તરીકે સેવા આપી હતી. તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ અર્થશાસ્ત્ર છે, જે રાજનીતિ પરનું એક લોકપ્રિય પુસ્તક છે, જે 3જી સદી પૂર્વે લખાયેલું છે.
Same to same pic.twitter.com/e2P1NTcTU9
— Ashman kumar Larokar (@ASHMANTWEET) March 10, 2024
ચાહકો અને વિવેચકો ઘણીવાર એમએસ ધોનીને ક્રિકેટના 'ચાણક્ય' કહે છે, કારણ કે CSKના સુકાનીનું પાવરફુલ મન અને અવિશ્વસનીય નિર્ણય લેવાની ક્ષમતાને કારણે તેની ટીમને ઘણી વાર ફાયદો થયો છે. એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે જે ધોનીને લોકો મજાકમાં ક્રિકેટના ચાણ્ક્ય કહે છે તેના જેવી દેખાતી કોઈ મુર્તિ બનાવશે. તમને જણાવી દઈએ કે, ધોનીની ફેન ફોલોઈંગ એટલી બધી છે કે ક્યાંય પણ ધોનીનો ઉલ્લેખ થાય તો તેમના પ્રશંસકો કોમેન્ટ કર્યા વગર રહેતા નથી.
સોશિયલ મીડિયા પર એક ટ્વીટ વાયરલ થઈ રહી છે, જેમાં યુઝરે દાવો કર્યો છે કે બિહારના મગધ ડીએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચાણક્યની તસવીરો લીધી છે અને તે એમએસ ધોની જેવા દેખાય છે. ટ્વીટમાં લખ્યું છે: “મગધ ડીએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અર્થશાસ્ત્રના લેખક ચાણક્ય કેવા દેખાતા હશે તેનું 3D મોડલ ફરીથી બનાવ્યું છે.
ચાણક્ય નીતિનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે
ભારતીય ઈતિહાસના મુખ્ય વ્યૂહરચનાકારો અને ફિલોસોફરની વાત કરીએ તો ચાણક્યનું નામ સૌથી પહેલા આવે છે. ચાણક્ય નીતિનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. તે તેની બુદ્ધિમત્તા માટે જાણીતા હતા. ચાણક્યને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં શાહી સલાહકાર તરીકે બેસાડવામાં આવ્યા હતા. તેમને અર્થશાસ્ત્રમાં સૌથી વધુ રસ હતો.