Shah Rukh: ભારતનો જ નહીં ગલ્ફ કન્ટ્રીનો પણ બાદશાહ છે શાહરુખ! 'બાહુબલી 2' ને માત આપી 'પઠાન' અને 'જવાન' એ બનાવ્યો રેકોર્ડ
Shah Rukh Khan Beats Prabhas In Gulf: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' અને 'જવાન' નો જલવો ગલ્ફ દેશોમાં પણ જોવા મળ્યો હતો. ગલ્ફમાં, બંને ફિલ્મોએ પ્રભાસની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'બાહુબલી 2' ને માત આપી છે.
Shah Rukh Khan Beats Prabhas In Gulf: શાહરૂખ ખાનના સ્ટારડમની હદ દરેક વ્યક્તિ જાણે છે. તેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. આ જ કારણ છે કે કિંગ ખાનની ફિલ્મો રિલીઝ થતાં જ ભારત અને વિદેશમાં લોકપ્રિય થઈ જાય છે. ખાડી દેશોમાં પણ શાહરૂખ ખાન બોક્સ ઓફિસનો બાદશાહ છે અને આ વાતનો ખુલાસો એક તાજેતરના અહેવાલમાં થયો છે.
View this post on Instagram
કિંગ ખાને ઘણા વર્ષોના બ્રેક બાદ વર્ષ 2023માં પુનરાગમન કર્યું છે. ગયા વર્ષે તેની 3 ફિલ્મો બેક-ટુ-બેક રિલીઝ થઈ હતી અને ત્રણેય બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. 'પઠાન' અને 'જવાન'ની સફળતા અખાતના દેશોમાં પણ જોવા મળી હતી જ્યાં બંને ફિલ્મોએ પ્રભાસની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'બાહુબલી 2'ને પછાડી હતી.
ગલ્ફમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ
બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડ અનુસાર, 2017માં રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ 'બાહુબલી 2' એ ગલ્ફ કન્ટ્રીઝમાં કુલ 86.12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ધાંશુ કલેક્શન સાથે, આ ફિલ્મ ગલ્ફ દેશોમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ. પરંતુ શાહરૂખ ખાનની 'જવાન' અને 'પઠાન'એ પ્રભાસ સ્ટારર 'બાહુબલી 2'ને વધુ કલેક્શન કરીને માત આપી દીધી છે.
'બાહુબલી 2' 'જવાન' અને 'પઠાન'થી પાછળ
રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન'એ ગલ્ફ બોક્સ ઓફિસ પર કુલ 147.86 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' પણ બીજા નંબર પર રહી જેણે કુલ 118.61 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે 'બાહુબલી 2' હવે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મ ટોપ 5માં સામેલ
ગલ્ફ દેશોમાં શાનદાર કલેક્શન કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' ચોથા નંબરે અને આમિર ખાનની 'દંગલ' પાંચમા નંબરે છે. 'બજરંગી ભાઈજાન'નું કલેક્શન 78.85 કરોડ રૂપિયા છે, જ્યારે 'દંગલ'એ 73.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial