શોધખોળ કરો

T-20 World Cup: નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી, સર્જ્યો મોટો અપસેટ

T-20 World Cup: ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે. 

T-20 World Cup: ટી-20 વર્લ્ડકપની મેચમાં આજે મોટો ઉલટફેર થયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું છે. મેચમાં નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી.

આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે. ટીમ 6 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે.

મિલરના આઉટ થયા પછી હેનરિક ક્લાસેન સ્થિતિ સંભાળી હતી. પરંતુ તે 18 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે ટીમની આશા પણ ખતમ થઈ ગઈ. કેશવ મહારાજ 13 રન બનાવીને આઉટ થયો હતો. કાગીસો રબાડા 9 અને એનરિક નોર્સિયા 4 રન બનાવીને અણનમ રહ્યા હતા. ફાસ્ટ બોલર બ્રેન્ડન ગ્લોવરે 2 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

આ અગાઉ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સાઉથ આફ્રિકા માટે ખોટો સાબિત થયો હતો અને નેધરલેન્ડની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 58 રનની ભાગીદારી કરી હતી. અહીં સ્ટીફન મેબર્ગ 30 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી મેક્સ ઓ'ડાઉડ (29) પણ પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ટોમ કૂપરે 19 બોલમાં 35 અને કોલિન એકરમેને 26 બોલમાં 41 રન ફટકારીને નેધરલેન્ડને 150નો પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પણ છેલ્લી મેચમાં 7 બોલમાં 12 રન બનાવ્યા હતા.

બોલરોએ દક્ષિણ આફ્રિકાની વાપસી કરી હતી

એક સમયે નેધરલેન્ડની ટીમે 12.3 ઓવરમાં માત્ર એક વિકેટે 97 રન બનાવી લીધા હતા. એવું લાગતું હતું કે આ ટીમ 180+નો ટાર્ગેટ રાખી શકે છે પરંતુ અહીં સ્પિનર ​​કેશવ મહારાજે ખતરનાક દેખાતા મેક્સ અને ટોમને પેવેલિયનમાં મોકલીને ટીમની વાપસી કરાવી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. એનરિક નોર્સિયા અને એડન માર્કરામને પણ 1-1 વિકેટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Swaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપAhmedabad Police | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કેનાલમાં ઝંપલાવીને કરી લીધો આપઘાતSurat News | સુરતમાં તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ અહેવાલGujarat Rain Effect | ગુજરાતમાં 2 દિવસ પડેલા મીની વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget