શોધખોળ કરો
Advertisement
ઉપરાછાપરી હારથી કંટાળેલા આ દેશે પોતાના ત્રણેય ફોર્મેટના કેપ્ટનો બદલી નાંખ્યા, ટેસ્ટ અને વનડે-ટી20માં કોને કોને બનાવાયા કેપ્ટન, જાણો વિગતે
ઉપરાછાપરી હારથી કંટાળેલા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમનો ત્રણેય ફોર્મેટના કેપ્ટનો બદલી નાંખ્યા છે
નવી દિલ્હીઃ કોરોના કાળ બાદ દુનિયાભરમાં ક્રિકેટ ફરીથી શરૂ થઇ ચૂકી છે. મોટાભાગના દેશોની ટીમો ફરી એકવાર મેદાનમાં આવી ગઇ છે. આ બધાની વચ્ચે ઉપરાછાપરી હારથી કંટાળેલા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમનો ત્રણેય ફોર્મેટના કેપ્ટનો બદલી નાંખ્યા છે.
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ લિમીટેડ ઓવરમાં ટીમની કમાન તેમ્બા બવુમાને સોંપી છે, જ્યારે ડીન એલ્ગરને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકન ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટૉન ડી કૉકના હાથમાં હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમ સતત હારનો સામનો કરી રહી હતી, જેના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
સીએસએના નિદેશક ગ્રીમ સ્મિથ નિવેદન જાહેર કરીને કહ્યુ કે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બદલવાની જાહેરાત કરી. સ્મિથે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ માટે મુશ્કેલ સમયમાં ટીમની આગેવાની કરવા માટે ક્વિન્ટૉન ડી કૉકનો આભાર માન્યો. સ્મિથે કહ્યું- લિમીટેડ ઓવર ફોર્મેટમાં ટીમના કેપ્ટન તરીકે ક્વિન્ટૉન ડી કૉકે જે કામ કર્યુ, અમે તેના માટે આભારી છીએ. અમે આભારી છીએ કે તેને આગળ આવીને આગેવાની લીધી, જ્યારે રાષ્ટ્રીય સિલેક્શન કમિટી ટેસ્ટ કેપ્ટનને શોધી રહી હતી. અમે આશા રાખીએ છીએ કે તે ટીમના નેતૃત્વકર્તા ગૃપમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement