SRH vs RR IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું
SRH vs RR IPL Live Score: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
Sunrisers Hyderabad vs Rajasthan Royals: આઈપીએલ 2024માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ સિઝનમાં પ્રથમ વખત આ બંને ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.
હૈદરાબાદ ટોપ 4માંથી બહાર થઈ ગઈ છે
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેની છેલ્લી બે મેચ હારી ગઈ છે. આ ઉપરાંત તે ટોપ ચારમાંથી પણ બહાર છે. આવી સ્થિતિમાં આજે પેટ કમિન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોઈપણ ભોગે જીત મેળવવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદે આ સિઝનમાં 9માંથી પાંચ મેચ જીતી છે. પેટ કમિન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે
આ સિઝનમાં સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ એક અલગ જ લયમાં છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ટોપ પર છે. રાજસ્થાને અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને આ દરમિયાન આઠ મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ આજે હારી જશે તો પણ તે ટોપ પર રહેશે.
સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું
SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડની અર્ધશતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે ટીમે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ વચ્ચેની 133 રનની ભાગીદારીએ આરઆરને જીતની નજીક લાવી દીધું હતું, તેમ છતાં ટીમ જીત નોંધાવી શકી ન હતી.
રાજસ્થાનનો સ્કોર 100/2
રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 100 રન સુધી પહોંચી ગયો છે. હવે રોયલ્સને જીતવા માટે 60 બોલમાં 102 રન બનાવવા પડશે. યશસ્વી જયસ્વાલ 29 બોલમાં 48 રન અને રિયાન પરાગ 29 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ છે.
રાજસ્થાનનો સ્કોર 35/2
માત્ર એક રનમાં બે વિકેટ પડી ગયા બાદ યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ પોતાની ટીમને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. 4 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 35 રન છે. જયસ્વાલ 13 બોલમાં 18 રન અને પરાગ 9 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે.
હૈદરાબાદે રાજસ્થાનને જીતવા માટે આપ્યો 202 રનનો ટાર્ગેટ
રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જોકે, હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ 6 ઓવરમાં તેમનો સ્કોર 2 વિકેટે માત્ર 37 રન હતો. આ પછી નીતિશ રેડ્ડી અને ટ્રેવિસ હેડે આક્રમણ કર્યું અને ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી. ટ્રેવિસ હેડ 44 બોલમાં 58 રન બનાવીને પરત ફર્યો હતો. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. જ્યારે નીતિશ રેડ્ડીએ 42 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 19 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
A Flat batted Maximum, ft Heinrich Klaasen 💪
— IndianPremierLeague (@IPL) May 2, 2024
His late flourish helped #SRH get past the 2️⃣0️⃣0️⃣ mark 💥 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRR | @SunRisers pic.twitter.com/rLif1wxgiu
ટ્રેવિસ આઉટ
હૈદરાબાદે 15મી ઓવરમાં 131 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. ટ્રેવિસ હેડ 44 બોલમાં 58 રન બનાવીને પરત ફર્યો હતો. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. હેડ લેપ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થયો હતો.